કોલકાતા : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women)ના અધ્યક્ષ રેખા શર્મા (Rekha Sharma) સામે પગલાં લેવાના મૂડમાં છે. TMCએ શુક્રવારે કહ્યું કે તે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી કેસના સંબંધમાં મહિલાઓ પર અત્યાચારના આરોપોને લઈને મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા દ્વારા રાષ્ટ્રપતિને કરાયેલી ભલામણનાં વિરુદ્ધમાં ટીએમસી ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરશે.
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભલામણ કરી હતી કે સંદેશખાલીમાં મહિલાઓ પર કથિત હિંસા અને અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. પશ્ચિમ બંગાળના મંત્રી અને ટીએમસીના પ્રવક્તા શશિ પંજાએ કહ્યું કે “પાર્ટી (તૃણમૂલ કોંગ્રેસ) રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરશે.”
વાસ્તવમાં સંદેશખાલી કેસને લઈને કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, જેને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. જો કે, તેની સત્યતાની પુષ્ટિ થઈ શકાઈ નથી. આવી સ્થિતિમાં, ટીએમસીના પ્રવક્તા શશિ પંજાએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે આવા આરોપો પર ભાજપ અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
આની પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર રાજ્યને બદનામ કરવા સંદેશખાલીની ઘટનાઓને અંજામ આપવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું, “હું ઘણા સમયથી કહી રહી છું કે ભાજપ સંદેશખાલીની ઘટનાને અંજામ આપીને બંગાળની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટિંગ ઓપરેશને ‘બાંગ્લા વિરોધી’ લોકોનો અસલી ચહેરો છતો કર્યો કારણ કે તેઓએ મારી માતાઓ અને બહેનોની ભાવનાઓ સાથે રમવાનો પ્રયાસ કર્યો.