TMCએ 42 ઉમેદવારની યાદી બહાર પાડીને I.N.D.I.A. બ્લોકથી અલગ થવાના આપ્યા સંકેત?

નવી દિલ્હી/કોલકાતાઃ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી પછી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડીને પક્ષમાં મતભેદ ઊભા થવાનું ચાલુ છે ત્યારે આજે તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ આજે પહેલી યાદી બહાર પાડીને કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધન તૂટી શકે એવા અહેવાલ છે.
તૃણમુલ કોંગ્રેસે આજે યાદી બહાર પાડીને I.N.D.I.A. ગઠબંધનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ પોતાના જોરે એકલા ચાલોની નીતિ અપનાવીને 42 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કરીને કોંગ્રેસને ચોંકાવી દીધી છે. લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર અધીર રંજન ચૌધરી સામે યુસુફ પઠાનને ઉમેદવાર જારી કરીને ગઠબંધનમાં તિરાડ ઊભી કરી નાખી છે.
બંગાળમાં ‘એકલા ચાલો’ નીતિ અપનાવી છે, જેથી લોકસભાની ચૂંટણી માટે પોતાના 42 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. બંગાળમાં ગઠબંધન તૂટવા માટે અધીર રંજન ચૌધરીના નિવેદન જવાબદાર હોવાનું કહેવાય છે. અધીર રંજન ચૌધરી 2023થી મમતા વિરુદ્ધ નિવેદન આપે છે, તેથી મમતાએ અધીર સામે કદાવર ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.
બંગાળમાં એકલા ચાલોના નિર્ણયને કારણે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે આ અગાઉ પણ કોંગ્રેસના નેતૃત્વ પર તેમના અભિપ્રાયો અને પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો નહોતો, તેથી બંગાળમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળ પહોંચ્યા પછી મમતા બેનરજી પણ હાજર રહ્યા નહોતા અને એના અંગે જાણકારી આપી નહોતી.
એ જ વખતે રાહુલ ગાંધીનું નામ લીધા વિના પશ્ચિમ બંગાળમાં યાત્રા અંગે જણાવ્યું હતું. પ્રોટોકોલ પ્રમાણે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ મમતા બેનરજીના દાવાને ફગાવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મમતા બેનરજી સાથે ગઠબંધનના નેતાઓ પણ આ યાત્રામાં હાજર રહેવાનું જણાવ્યું હતું. ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ હોવાને કારણે એક સભામાં મમતા બેનરજીએ કોંગ્રેસ 40 સીટ પણ નહીં જીતે એવું નિવેદન આપ્યું હતું.
42 ઉમેદવારની યાદી જાહેર કરીને કોંગ્રેસને ચોંકાવ્યું છે, જેમાં અધીર રંજન ચૌધરીની બરહામપુરની બેઠક પરથી યુસુફ પઠાનના નામની જાહેરાત કરી છે. કૂચ બિહારથી જગદીશ ચંદ્ર બસુનિયા, અલીપુરદ્વારથી પ્રકાશ ચિક બડાઈક, જલપાઈગુડીથી નિર્મલ ચૌધરી રોય, દાર્જિલિંગથી ગોપાલ લામા, કૃષ્ણાનગરથી મહુઆ મોઈત્રા, જોયનગરથી પ્રતિમા મંડલ, કોલકાતા દક્ષિણથી માલા રોય, હાવડાથી પ્રસૂન બેનરજી, હુગલીથી રચના બેનરજી, આરામબાગથી મિતાલી બાગ, તમલુકથી દેબાંગશુ ભટ્ટાચાર્ય, બાંકુરાથી અરુપ ચક્રવર્તી, વર્ધમાન દુર્ગાપુરથી કીર્તિ આઝાદનો સમાવેશ થાય છે.