કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના ચર્ચિત રાશન વિતરણ કૌભાંડ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે મોડી રાત્રે તૃણમુલ કોંગ્રેસ(TMC)ના નેતા અને બોનગાંવ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શંકર આદ્યાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDની ટીમે ગઈકાલે આદ્યાના સાસરિયાના ઘરે દરોડા પાડ્યા હતા. તેઓ પૂર્વ ખાદ્ય પ્રધાન જ્યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. ED અધિકારીઓએ શુક્રવારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલના બે નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા.
કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બોનાગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાના સાસરે પહોંચી હતી. બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શંકર અને શાહજહાં બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય પ્રધાન અને ટીએમસીના નેતા જ્યોતિપ્રિયા મલિક (બાલુ)ના નજીકના છે. EDએ શુક્રવારે સવારે લગભગ 7:30 વાગ્યે બોંગગાંવના શિમુતલામાં શંકર આદ્યાના સાસરિયાના ઘરે સર્ચ શરૂ કર્યું અને 17 કલાક પછી ત્યાંથી બહાર નીકળી હતી. ત્યારબાદ રાત્રે 12.30 વાગે આદ્યની ધરપકડ કરવામાં આવી હતી.
શંકર આદ્યએ જ્યોતિપ્રિયા મલિકની મદદથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2005માં બનગાંવ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર બન્યા અને બાદમાં ચેરમેન પદે પહોંચ્યા. શંકર આદ્યના પત્ની બાનગાંવ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કે, શંકર આધ્યાની પત્ની જ્યોત્સના આધ્યાએ કહ્યું કે તપાસમાં સહકાર આપવા છતાં તેના પતિની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમણે કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. શંકર આધ્યાની ધરપકડ કરતા સમયે કેન્દ્રીય દળો અને EDની ટીમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ જ્યારે EDની ટીમ બીજા TMC નેતા શાહજહાં શેખના સંદેશખાલી ખાતેના ઘરે પહોંચી, ત્યારે તે તાળું લાગેલું જોવા મળ્યું. સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ શેખને ફોન કર્યો અને ઘરની બહાર કોઈ આવે તેની લાંબા સમય સુધી રાહ જોઈ. પરંતુ કોઈ ન પહોંચતાં EDની ટીમે શાહજહાં શેખના ઘરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન મોટી સંખ્યામાં તૃણમૂલ કાર્યકર્તાઓ હાજર થઇ ગયાહતા. જેમને હોબાળો મચાવ્યો અને ED તેમજ કેન્દ્રીય દળોના સભ્યો પર હુમલો કર્યો. પથ્થરમારામાં ED અને કેન્દ્રીય દળોના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. ટીએમસીના કાર્યકરો દ્વારા તેમના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...