તિરુપતિ બાલાજી મંદિરમાં મોટો નિર્ણય: ‘બિન-હિન્દુ’ હોવાના આરોપસર 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા!

તિરુપતિ: દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટે એક મોટો નિર્ણય લીધો છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા ચાર કર્મચારીઓને સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસપેન્ડ કરવામાં આવ્યા છે. જેની પાછળ ધાર્મિક કારણ જવાબદાર છે.
અન્ય ધર્મનું પાલન કરતા હતા કર્મચારીઓ
તિરુમાલા તિરુપતિ દેવસ્થામ ટ્રસ્ટના વિજિલેન્સ વિભાગ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રસ્ટના ચાર કર્મચારીઓએ આંધ્ર પ્રદેશ સિવિલ સર્વિસ (કંટક્ટ) નિયમ, 1964નું ઉલ્લંઘન કર્યાનું જાણવા મળ્યું હતું. તેથી આ ચાર કર્મચારીઓને સસપેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થામ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ગુણવત્તા નિયંત્રણ) બી. એલિજર, બીઆઈઆરઆરડી હોસ્પિટલના નર્સ એસ. રોજી, બીઆઈઆરઆરડી હોસ્પિટલના ગ્રેડ-1 ફાર્માસિસ્ટ એમ. પ્રેમાવથી અને એસ.વી. આયુર્વેદ ફાર્મસી કાર્યકર જી. અસુન્થાને સસપેન્ડ કર્યા છે. જોકે, મળતી માહિતી મુજબ આ ચાર કર્મચારીઓ બિન હિન્દુ તથા અન્ય ધર્મનું પાલન કરતા હોવાના આરોપસર સસપેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થામ ટ્રસ્ટ દ્વારા આ અગાઉ એઈઓ રાજશેખર નામના કર્મચારીને પણ સસપેન્ડ કર્યો હતો. કારણ કે તે પુત્તુરના સ્થાનીક ચર્ચમાં નિયમિતપણે પૂજા કરવા જતો હતો.