નેશનલ

દેશમાં વિમાન બાદ હવે હોટલોને Bomb થી ઉડાવવાની ધમકી, તિરુપતિમાં ત્રણ હોટલને મળ્યો ઇ-મેલ

તિરુપતિ : દેશમાં લાંબા સમયથી વિમાનને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકી બાદ હવે હોટલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે. જેમાં આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં ઘણી હોટલોને બોમ્બની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. લીલા મહેલ સેન્ટરની ત્રણ હોટલને બોમ્બની ધમકી મળી છે. હોટલ માલિકે આ અંગે પોલીસને જાણ કરી છે. હોટલ માલિકને મળેલા મેલમાં તેને અન્ય હોટલોને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે ધમકી મળેલ હોટલોમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. જો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ નથી મળી

| Also Read: નિર્દોષ સાબિત થયો લોરેન્સ બિશ્નોઇ, તો શું જેલની બહાર આવશે?

સીએમ સ્ટાલિને આતંકવાદીને સજા અપાવવામાં મદદ કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી ઝફર સાદિકને તમિલનાડુમાં સજા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને સજા અપાવવામાં મદદ કરી છે. તેથી આઈએસઆઈ બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરશે. આની અસર સીએમ સ્ટાલિન પર થશે. પરિવારની સાથે તમિલનાડુની કેટલીક શાળાઓ પણ તેનાથી પ્રભાવિત થશે.

પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો

ઇ-મેલમાં ધમકી મળ્યા બાદ તરત જ તિરુપતિની હોટલોની તપાસ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં પોલીસ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે

તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનના સર્કલ ઈન્સ્પેક્ટર શ્રીનિવાસુલુએ જણાવ્યું કે ઈમેલના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલાની અનેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ હોટલને બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ એલર્ટ પર છે.

| Also Read:તમે સિગારેટના કશમાંથી આ કંપનીએ જોરદાર નફો કર્યો, ITCએ Q2માં મજબૂત પરિણામો જાહેર કર્યા

ઘણી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઉલ્લેખનીય છે કે લાંબા સમય દેશની ઘણી અલગ-અલગ વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે. પોલીસ ટીમ અને એરલાઈન્સ સાથે સંકળાયેલા અધિકારીઓ આ ધમકીભર્યા મેઈલ અને એસએમએસની તપાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ ધમકીભર્યા મેલને લઈને કડક વલણ અપનાવી રહી છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker