November સુધી શનિ આ રાશિના જાતકો માટે Shanidev લાવશે અચ્છે દિન, થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને એવું કહેવાય છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણેનું ફળ આપે છે. શનિદેવની કૃપાદ્રષ્ટિ હોય એવી રાશિઓને ક્યારેય પાછળ વળીને જોવું નથી પડતું તેમ જેમના પર એમની કુદ્રષ્ટિ હોય એવા લોકોને શનિદેવ પળવારમાં રાજામાંથી રંક બનાવી દે છે. આવા આ શનિદેવે જૂન મહિનાના અંતમાં પોતાની ચાલ બદલી છે. શનિની બદલતી ચાલને હંમેશા જ ખાસ માનવામાં આવી છે. આવો જોઈએ શનિની બદલાયેલી ચાલનો કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે-
મુંબઈના જ એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યેએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે અન્ય ગ્રહોની સરખામણીએ શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. તેને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે અઢી વર્ષનો સમય લાગે છે. શનિ 29મી જૂનના કુંભ રાશિમાં વક્રી થયા છે અને અને 15મી નવેમ્બર સુધી શનિ આ જ રાશિમાં વક્રી રહેશે. ત્યાર બાદ શનિ કુંભમાં માર્ગી થઈ જશે. શનિની આ બદલાયેલી ચાલ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી થવાની છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને તેમના તમામ અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે-
મેષ રાશિના જાતકો માટે શનિની આ વક્રી ચાલ પ્રગતિ અને સફળતાના નવા નવા દ્વાર ખોલી રહી છે. આ રાશિના જાતકોને નોકરીમાં નવી નવી ઓપર્ચ્યુનિટી મળી રહી છે. આ રાશિના લોકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મેષ રાશિના લોકો માટે આ સમયગાળો સારો રહેવાનો છે.
શનિની વક્રી ચાલ મિથુન રાશિના લોકોને પણ શાનદાર પરિણામો આપી રહી છે. આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આર્થિક બાબતો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. પ્રમોશન અને પગારવધારો થવાની શક્યતા છે. નોકરીમાં નવી ઓફર મળી શકે છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે.
તુલા રાશિના જાતકો માટે પણ શનિદેવની આ વક્રી ચાલ જીવનમાં ખુશહાલી લઈને આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય ખૂબ જ સારો રહેવાનો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન, પગારવધારો મળી શકે છે.
શનિના વક્રી થવાને કારણે કુંભ રાશિના જાતકોને પણ લાભ મળી રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. દરેક કામમાં સફળતા મળી રહી છે. આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ શકે છે, જેને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમયગાળામાં લાભ જ લાભ થઈ રહ્યો છે.