નેશનલ

ચંદ્રપુરમાં ખેડૂતનો જીવ લીધાના ત્રણ દિવસમાં વાઘણને વન વિભાગે પકડી

ભંડારાઃ ખેડૂતનો જીવ લીધાના થોડા દિવસ બાદ ભંડારા જિલ્લાના લખનદુર ફોરેસ્ટ રેન્જમાં વન વિભાગની ટીમે તે વાઘણને પકડી પાડી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ વાઘણ ચંદ્રપુર જિલ્લાના બ્રહ્માપુરી જંગલ રેન્જમાં ટી-75 વાઘણનું બચ્ચું હોવાનું કહેવાય છે. આ વાઘણ લખનદુર જંગલમાં એક મહિના પહેલા આવી હતી અને ખેડૂત પર હુમલો કર્યો હતો. તેથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. 31મી માર્ચે વાઘણે દકરામ દેશમુખ ખેડૂતનો જીવ લીધો હતો જ્યારે તે લખનદુર તહેસિલમાં ખૈરી ગામમાં તેના ખેતરમાં કામ કરતો હતો.

રવિવારે ખેડૂતનો મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રવિવારે ખેડૂતનો અડધો મૃતદેહ મળ્યો હતો, તેનાથી લોકો ડરી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તાકીદે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રશાસનની નબળી કામગીરી વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આપણ વાંચો: ગુજરાતમાં વન વિભાગના બજેટમાં 20 ટકાનો વધારોઃ પ્રોજેક્ટ લાયન માટે 415 કરોડની જોગવાઇ…

વાઘણને પકડવા માટે વન વિભાગ દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ત્રણ દિવસની જહેમતે ડ્રોનની મદદથી તેમને વાઘણનું સ્થળ શોધી કાઢ્યું હતું. ત્યાર બાદ તેને પાંજરે પૂરવામાં આવી હતી. વાઘણને ગુરુવારે રાત્રે ગોરેવાડામાં વાઇલ્ડલાઇફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર (ડબ્લ્યુઆરટીસી)માં મોકલી દેવામાં આવી હતી.

હુમલાના દિવસો પછી વન વિભાગની કાર્યવાહીના ભાગરુપે વાઘણને પકડવામાં આવી છે. હિંસક પશુના વધતા હુમલાઓને લઈને વન વિભાગની કામગીરીમાં વધારો થયો છે, જ્યારે સ્થાનિક લોકોમાં વાઈલ્ડ એનિમલને લઈ ડરનો માહોલ ઊભો થયો હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button