શાંતિથી જંગલમાં બેઠી હતી Tigress અને થયું કંઈક એવું કે… Viral Video જોઈને થશો ઈમોશનલ…

માતા, અમ્મા, અમ્મી, આઈ, બા, મમ્મી ભલે શબ્દો અલગ અલગ છે લાગણી તો એક જ… માણસ હોય કે પશુ-પંખી અને પ્રાણી દરેકને એની માતા ખૂબ જ વહાલી હોય છે. માતા અને સંતાન વચ્ચેનું ઋુણાનુબંધ જ કંઈક એવું હોય છે. આપણે બધા થોડાક સમય બાદ જ મધર્સ ડે સેલિબ્રેટ કરવાના છીએ પણ આ બધા વચ્ચે વાઈલ્ડલાઈફ વર્લ્ડમાંથી એક એવો વીડિયો સામે આવી રહ્યો છે કે જે જોઈને તમે ભાવુક થઈ જશો…
માતા અને સંતાન વચ્ચેનો પ્રેમ હંમેશાથી જ અજરામર છે અને આવું જ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. સોશિયલ મીડિયાના આજના જમાના અનેક વખત સઓશિયલ મીડિયા પર પ્રાણીઓ અને તેમના બચ્ચા વચ્ચેના એવા વીડિયો સામે આવી જાય છે કે જે આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે લાગણીઓ તો બધાની સરખી જ હોય છે. હાલમાં વાઘણ અને તેના બચ્ચા વચ્ચેનો સ્ટ્રોન્ગ બોન્ડ દેખાડતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. જંગલમાં વાઘણ એક સ્પોટ પર બેઠી છે અને એક પછી એક એમ ચાર બચ્ચા તેની પાસે આવે છે અને મમ્મીને એકદમ વ્હાલ કરવા લાગે છે. એટલું જ નહીં આ બધા બચ્ચા મમ્મીને આલિંગન પણ આપે છે. આ સુંદર વીડિયો જોઈને યુઝર્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.
આ વીડિયો @Madhya Pradesh Tourism નામની આઈડી પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મમ્મીને કડલ કરવા જેવું સુખ દુનિયામાં બીજે કશે જ નથી. વરુણ ઠક્કરે #PannaTigerReserveમાં માતાના પ્રેમ માટે ધડપડ કરી રહેલાં સુંદર બચ્ચા જોયા હતા.
પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ સુંદર વીડિયોને નવ હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એટલું જ નહીં વાઈલ્ડલાઈફ લવર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે મમ્મી અને બાળકનો પ્રેમ ખૂબ જ નિસ્વાર્થ હોય છે તો બીજા એક યુઝરે લખ્યું છે આજે જોયેલો સૌથી સુંદર વીડિયો…