નેશનલ

ઝારખંડમાં વિદેશી મહિલા પર ગેંગરેપના કેસમાં ત્રણની ધરપકડ

રાંચીઃ ઝારખંડના દુમકા જિલ્લામાં સ્પેનની મહિલા પર ગેંગરેપના કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ જણની શોધ ચાલુ છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીને દુમકા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન ઝારખંડ હાઈ કોર્ટે આ કેસમાં રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને એસપી પાસેથી રિપોર્ટ માગ્યો છે.

દુમકામાં શુક્રવારે રાતના સ્પેનના ટૂરિસ્ટ મહિલા સાથે ગેંગરેપ થયો હતો, તેના આખા દેશમાં પડઘા પડ્યા હતા. ત્રણ યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગેંગરેપ પીડિતાએ સમગ્ર કિસ્સા અંગે નિવેદન આપતા પ્રશાસનના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હાઈ કોર્ટે આ કેસની સ્વયં નોંધ લઈને પ્રશાસન પાસે જવાબ માગ્યો હતો.

અહીં એ જણાવવાનું કે ભારત ફરવા આવેલી સ્પેનની મહિલા અને તેનો પતિ બંને બાઈક પર સવાર થઈને ઝારખંડના હંસદીહા વિસ્તાર પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક ટેન્ટ બનાવીને સ્ટે લીધો હતો, એ વખતે અસામાજિક તત્વો આવીને બંને સાથે મારપીટ કરી હતી, ત્યારબાદ મહિલા પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ પીડિત મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button