નેશનલ

દીકરીઓની સુરક્ષાને ભંગ કરનારા લોકોની રાવણ અને કંસ જેવી દુર્ગતિ થશે: યોગી આદિત્યનાથ

બલિયા/લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે મહિલા સુરક્ષા પર ભાર મુકતા કહ્યું હતું કે દીકરીઓની સુરક્ષા એ ‘ડબલ એન્જિન સરકાર’ની પહેલી પ્રાથમિકતા છે અને જો કોઈ દીકરીઓની સુરક્ષાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેઓ ‘રાવણ’ અને ‘કંસ’ જેવી દુર્ગતિને પામશે.

બલિયા જિલ્લાના બાંસડીહ વિસ્તારમાં આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ને સંબોધિત કરતા મુખ્યપ્રધાને ‘મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના’ને દીકરીઓ પ્રત્યેની તેની જવાબદારીઓને નિભાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ ગણાવ્યું.

એક સત્તાવાર નિવેદનમાં યોગીએ કહ્યું હતું કે આ યોજના હેઠળ અમારી સરકાર આગામી સત્રથી 25 હજાર રૂપિયા આપવા જઈ રહી છે. આ પૈસા દીકરીઓના માતા-પિતાને છ તબક્કામાં આપવામાં આવશે. ‘મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના’ હેઠળ અમારી સરકાર 51 હજાર રૂપિયા આપી રહી છે. આ પ્રસંગે મુખ્યપ્રધાને રૂ. 129 કરોડ રૂપિયાની 35 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે જાહેરાત કરી હતી કે આ વખતે દિવાળી નિમિત્તે યુપી સરકાર ગેસનું એક સિલિન્ડર મફત આપશે. આનાથી રાજ્યની માતા-બહેનોને ધુમાડાથી મુક્તિ મળશે અને તેમની આંખોની રોશની જળવાઈ રહેશે.

આ ઉપરાંત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વર્ષ 2026માં સીમાંકન બાદ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં દેશની મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓની સંખ્યા વધીને એક તૃતીયાંશ થઈ જશે, આ માટે અમે બધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબન એ અમારી સરકારનું લક્ષ્ય છે.

તેમણે કહ્યું કે યુપી સરકારે રાજ્ય પોલીસ દળમાં 20 ટકા મહિલા કર્મચારીઓની ભરતીને આગળ ધપાવી છે. આવનારા સમયમાં અમે બેઝિક એજ્યુકેશન કાઉન્સિલની શાળાઓમાં પણ મોટાપાયે મહિલા શિક્ષકોની ભરતી કરવાની કવાયત આગળ ધપાવવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમમાં આવેલી મહિલાઓને સંબોધીને તેમણે કહ્યું હતું કે, મહિલાઓ દેશની અડધી વસ્તીની છે અને તેમની સલામતી અને ગરિમાને પર કોઈપણ પ્રકારનું જોખમ ન આવે તે રીતે તેમને આર્થિક સ્વાવલંબન તરફ લઈ જવા માટે ડબલ એન્જિન સરકાર કામ કરતી રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…