હિંદુ રાષ્ટ્રવાદની વાત કરનારાઓ નેપાળ જઈ શકે, તુષાર ગાંધીનું વિચિત્ર નિવેદન
નેશનલ

હિંદુ રાષ્ટ્રવાદની વાત કરનારાઓ નેપાળ જઈ શકે, તુષાર ગાંધીનું વિચિત્ર નિવેદન

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ શનિવારે દેશમાં ‘હિંદુઓ જોખમમાં છે’ અને રામ મંદિર જેવા મુદ્દાઓ પર રાજકારણ કરી સત્તા પર આવતી સરકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક બૌદ્ધિકો હિંદુ રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે. મારા મતે ભારત જેવા દેશમાં તેમના માટે કોઈ સ્થાન નથી. તેઓએ નેપાળ જવું જોઈએ.

ગાંધીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘હિંદુઓ ખતરામાં છે’, પરંતુ કોઈ પૂછતું નથી કે હિંદુઓ કેવી રીતે જોખમમાં છે. એ જ રીતે રામ મંદિરના મુદ્દે સરકારો સત્તામાં આવી રહી છે. શું આપણે હિન્દુ રાષ્ટ્ર બની ગયા છીએ? નેપાળમાં હિન્દુ રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં હોઈ શકે છે, પરંતુ એવા દેશમાં નહીં કે જેના બંધારણમાં ‘બધા ધર્મોની સમાનતા’નો ઉલ્લેખ છે.
તુષાર ગાંધીએ આ નિવેદન એક પુસ્તક વિમોચનન કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે જેઓ હિંદુત્વની વાત કરે છે તેઓ હિંદુ રાષ્ટ્રવાદી છે. જો તેઓ હિન્દુ રાષ્ટ્રવાદી હોય તો તેઓ નેપાળ જઈ શકે છે. તેમના માટે અહીં કોઈ સ્થાન નથી.

તુષાર ગાંધીએ કહ્યું કે આ બધા વિચારો આપણને ગુલામ બનાવી રહ્યા છે અને આપણે તેની પાછળનો હેતુ સમજી શકતા નથી. “ટેકનોલોજીનો સામ્રાજ્યવાદ” આજે વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે. ટેકનોલોજીના કારણે એક પ્રકારનું વસાહતીકરણ થઈ રહ્યું છે.

તુષાર ગાંધીએ બિલ્કીસ બાનો કેસના ગુનેગારોની સમય પહેલા મુક્તિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આતંકવાદ વિરોધી કાયદા UAPA ના “દુરુપયોગ” પર ચિંતા વ્યક્ત કરતા, તેમણે કહ્યું કે લોકોની ધરપકડ કોઈના આદેશ પર કરવામાં આવી રહી છે અને એટલા માટે નહીં કે તેઓએ કોઈ ગુનો કર્યો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button