નેશનલ

વારંવાર EMI Bounce કરનારાઓની હવે ખેર નથી, RBIએ કરી લાલ આંખ…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા હવે ઈએમઆઈ બાઉન્સ (EMI Bounce)ની લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી છે અને આ ગાઈડ લાઈન્સને કારણે જ લોન લેનારાઓમાં ખળભળાટ મચી ગયો છે. આ નવી ગાઈડલાઈન્સને કારણે લોન લેનારાને ઈએમઆઈ બાઉન્સ થવાની ઘટનામાં જેલ જવું પડી શકે એવી સ્થિતિ પેદા થાય છે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે જેથી લોન લેનારને પોતાના હપ્તા ચૂકવવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને ફાઈનાન્શિયલ સંસ્થાઓને તેમની થાપણની સુરક્ષિતતાની ખાતરી મળી શકે.

શું છે RBIની નવી ગાઈડલાઈન?

આરબીઆઈની નવી ગાઈડલાઈન્સ અનુસાર વારંવાર ઈએમઆઈ બાઉન્સ થવાની સ્થિતિમાં કડક પગલાં લેવામાં આવી શકે છે. આ પગલાં લેવાનું મુખ્ય કારણ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ્સના તેમના પૈસાની સુરક્ષા માટે ઉચિત પગલાં લેવાઈ શકે. જોકે, ઈએમઆઈ બાઉન્સ થવાના કિસ્સામાં લેણદારને જેલ મોકલવાનો નિર્ણય અંતિમ ઉપાય તરીકે જ લેવામાં આવશે, જ્યારે બાકીના તમામ ઉપાયો નિષ્ફળ થઈ જશે.

આ પણ વાંચો: 15મી જુલાઈથી ચેક પર સહી કરતાં પહેલાં વિચારજો… RBIએ કરી જાહેરાત, જાણી લો એક ક્લિક પર…

EMI બાઉન્સ થવાના કારણો

અનેક વખત લેણદાર કોઈને કોઈ કારણસર લોનના હપ્તા ભરવાનું ચૂકી જાય છે, જેમાં અચાનક આવક ઘટી જવી, ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં ગડબડ કે અચાનક આવી પડેલાં ખર્ચ પ્રમુખ કારણો છે. જેને કારણે લોન લેનારાઓના ઈએમઆઈ બાઉન્સ થઈ જાય છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું.

કઈ રીતે બચી શકાય?

આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે લેણેદારોએ પોતાના બજેટને યોગ્ય રીતે મેનેજ કરીને ચાલવું જોઈએ અને પોતાના ખર્ચને નિયંત્રણમાં રાખવા જોઈએ. આ સિવાય લોન લેનારાઓએ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમના બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ હોય, જેનાથી ઈએમઆઈ બાઉન્સ ના થાય.

આ પણ વાંચો: RBIના આ છ નિયમ જાણી લેશો તો CIBILને લઈને કોઈ નહીં બનાવી શકે ઉલ્લુ…

વારંવાર ઈએમઆઈ બાઉન્સ થવાના પરિણામો

જો તમારા ઈએમઆઈ પણ વારંવાર બાઉન્સ થતાં હોય તો તમારે એના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આનાથી તમારા ક્રેડિટ સ્કોર પર તો નેગેટિવ અસર થાય જ છે પણ એની સાથે સાથે તમારી માર્કેટ વેલ્યુ પણ ડાઉન થાય છે. આ ઉપરાંત લોન આપનારા સંસ્થા તમારી સામે કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે, જેને કારણે તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button