‘ગઝવા એ હિન્દ’નું સપનું જોનારાની નરક ટિકિટ ફાઈનલ સમજજોઃ યોગીનું સીધું અલ્ટિમેટમ

લખનઉ: ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આકરી પ્રતિક્રિયા આપી હતી. આજે બલરામપુરમાં સીએમ યોગીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે ‘ગઝવા-એ-હિન્દ’ ભારતની ધરતી પર નહીં થાય. સીએમ યોગીએ કહ્યું કે કેટલાક લોકો ભારતમાં રહે છે પણ ‘ગઝવા-એ-હિંદના’ સપના જુએ છે. તેમના સપનાઓ જહન્નમ (નરક)માં જવા માટે તેમનો માર્ગ નિશ્ચિત કરશે. વહેલા કે મોડા, તેઓ છાંગુર બાબા જેવા હાલ થશે. આપણે આવા દુષ્ટ લોકો સામે સતર્ક રહેવું જોઈએ.
સીએમ યોગીએ કહ્યું હતું કે કેટલાક લોકો ભારતમાં રહે છે, પરંતુ ગઝવા-એ-હિંદનું સપનું જુએ છે. તેમનું આ સપનું તેમને જહન્નમમાં (નર્ક) જવાની ટિકિટ કન્ફર્મ કરી દેશે. વહેલા-મોડા આવા લોકોનો હાલ છાંગુર બાબા જેવો જ થશે. આપણે આવા કાળનેમિઓથી સાવધાન રહેવું પડશે. યોગીએ બરેલી હિંસા પછી થયેલી કાર્યવાહીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, “જ્યારે પણ કોઈ દુસ્સાહસ કરશે, તેને આ જ રીતે ફટકારવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે યાદ રાખજો! જ્યારે પણ દુસ્સાહસ કરશો, ત્યારે બરેલીની અંદર જે રીતે ફટકારવામાં આવ્યા છે, એનું જ પુનરાવર્તન થશે.
'गजवा-ए-हिंद' हिन्दुस्तान की धरती पर नहीं होगा,
— Yogi Adityanath (@myogiadityanath) September 28, 2025
अगर किसी को जहन्नुम में जाना हो तो 'गजवा-ए-हिंद' के नाम पर अराजकता पैदा करने का कुत्सित प्रयास करे…
देर-सबेर 'छांगुर' जैसे हाल तो उनके भी होने ही हैं… pic.twitter.com/8V6MXvZbgm
યોગી આદિત્યનાથે જણાવ્યું કે, જો તહેવારોના ઉત્સવની વચ્ચે કોઈ વ્યક્તિએ તોફાન કે ઉપદ્રવ કરવાની કોશિશ કરી, તો તેમને એવી સજા આપવામાં આવશે કે તેમની આવનારી પેઢીઓ પણ ભૂલી નહીં શકે. જે લોકો આ માનસિકતા સાથે જીવી રહ્યા છે, તેમણે પોતાની ગેરસમજ દૂર કરી લેવી જોઈએ. એ સમય ગયો જ્યારે રાજ્ય સરકાર આવા લોકોને સહન કરતી હતી. જે પણ વ્યક્તિ સુરક્ષાને હાથમાં લેવાનો પ્રયાસ કરશે, તેના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું, કેટલાક લોકોને શાંતિ સારી નથી લાગતી. ‘લાતોના ભૂત વાતોથી માનતા નથી.’ અમારી સંવેદનાઓ ગરીબ, યુવાનો, ખેડૂતો, દીકરીઓ અને વેપારીઓ માટે છે.” તેમણે નબળા અને કાયર લોકો પર બાળકોના હાથમાં ‘આઈ લવ મોહમ્મદ’ના પોસ્ટર-તખ્તીઓ પકડાવવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે, “આવા લોકો ન માત્ર પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, પરંતુ તે બાળકોનું જીવન પણ બરબાદ કરી રહ્યા છે.”
આપણ વાંચો: અદાલતોમાં કરોડો કેસ પેન્ડિંગ; વિલંબ માટે આ કારણો જવાબદાર, સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી