નેશનલ

દિલ્હી મેટ્રોમાં જેઓ આવા કામ કરે છે તેમની હવે ખેર નથી…

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનામાં એવા ઘણા વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયા છે જે દિલ્હી મેટ્રોની અંદર બનાવવામાં આવ્યા હોય અને મોટા ભાગે તે અશ્લીલ હોય કે પછી ઝઘડાના હોય જેના કારણે હવે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના ચીફે લોકોને આવા વીડિયો ના બનાવવા માટે અપીલ કરી છે અને જો કોઇ આવા વીડિયો બનાવશે તો તેમની સામે DMRC પગલાં લેશે.

કેટલાક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ટ્રેનની અંદર કે પ્લેટફોર્મ પર વીડિયો બનાવે છે. આવા કેટલાક વીડિયો વાઇરલ પણ થયા છે જેમાં હાલમાં જ યુવા કપલ ટ્રેનમાં ઈન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. આવો જ એક બીજો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક યુવતી ખૂબ જ ટૂંકા કપડા પહેરેલી જોવા મળી હતી.

DMRCના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું હતું કે મેટ્રો કોમ્પ્લેક્સમાં દરેક જગ્યાએ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરી શકાય નહીં, આથી તેમણે મુસાફરોને આવી ઘટનાઓ વિશે સ્ટેશન અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું. સૌથી પહેલા અમે આવા લોકોને કાઉન્સિલ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને તે લોકોને સમજાવીએ છીએ કે આવા વીડિયો સમાજના હિતમાં નથી આથી આવી કોઇ પ્રવૃત્તિ જાહેરમાં ના કરે જે અયોગ્ય હોય.

તેમણે કહ્યું હતું કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. ડીએમઆરસીના નિયમો હેઠળ મેટ્રો ટ્રેન અને સ્ટેશનો પર અનધિકૃત વીડિયો બનાવવા પર પ્રતિબંધ કરી દીધો છે, પરંતુ દિલ્હી મેટ્રોમાં ઘણા લોકો હજુ રીલ બનાવે છે. પરંતુ જો હવે કોઇ આવા વીડિયો બનાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button