ધર્મતેજનેશનલ

રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર માટે કરાશે આ કામ…

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે 500 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો ત્યારે આ આંદોલનો દરમિયાન કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે રામમંદિરના નિર્માણ માટે જીવ આપનાર તમામને રામ મંદિર દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી હતી કે તે આજે શહીદોની શાંતિ માટે પિતૃપક્ષના દિવસે એટલે કે આજે શ્રાદ્ધ અને તર્પણ કરશે. આજે સાંજે રામ કી પૌડી ખાતે દીપ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રોના જાપની વચ્ચે સરયુ પર લગભગ 10 હજાર દીવા પ્રગટાવવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલાના બાળ સ્વરૂપનો પણ અભિષેક થવાનો છે. ત્યારે આ સમય દરમિયાન એ તમામ શહીદો કે જેમના બલિદાનને કારણે આજે રામ મંદિર તેના આખરી ઓપ સુધી પહોંચ્યું છે તે તમામને આજે અને રામ લલાના અભિષેકના દિવસે ખાસ યાદ કરવામાં આવશે. આની પાછળ એવી માન્યતા પણ છે કે જે હેતુ માટે તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તે હેતુ એટલે કે રામ મંદિરનું નિર્માણની તેમની અધૂરી ઈચ્છા પૂર્ણ થઈ છે, તેથી હવે તેમની આત્માના ઉદ્ધાર માટે પૂજા જરૂરી છે. આ પ્રાણ પ્રતિષ્ઠાના અગાઉના કાર્યક્રમનો એક ભાગ છે.

રામ મંદિર ટ્રસ્ટ આ આ શ્રાદ્ધ પૂજામાં તેવા લોકોને ખાસ બોલાવશે જેમના પરિવારજનો એ પોતના જીવનનું બલિદાન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવે કહ્યું હતું કે 500 વર્ષમાં અયોધ્યાની રામ જન્મભૂમિને પ્રાપ્ત કરવા માટે કેટલા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, કોઈને ખબર નથી કે તેમના નામ શું છે. એટલે જેને ઓળખીયે છીએ તેમને તે બોલાવીશું પરંતુ જેના વિશે કંઇ ખબર નથી તેમના આત્માને શાંતિ અને મોક્ષ મળે તે માટે પણ પ્રર્થના કરીશું. અને એટલે જ દસ હજાર દિવા કરીને તમામને રામ કી પૈડી પર શ્રધ્ધાંજલિ આપીશું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત