નેશનલ

રાહુલ ગાંધી ન્યાય યાત્રા છોડી અચાનક કેરળના વાયનાડ પહોંચ્યા, આ હતું કારણ

વાયનાડ: કેરળમાં છેલ્લા કેટલાક સમયથી હાથીઓના માણસો પર હુમલા કરવાની ઘટના વધી રહી છે. તાજેતરમાં જ વાયનાડમાં હાથીના હુમલામાં એક ખેડૂતનું મોત થયું હતું. જેને કારણે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાંથી બ્રેક લઈને પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચી ગયા હતા.


એક અઠવાડિયા પહેલા ચલીગાડાના બેલુર માખ ખાતે જંગલી હાથીએ અજીશ નામના ખેડૂત પર હુમલો કરી તેને કચડી નાખ્યો હતો. વાયનાડ પહોંચ્યા પછી, રાહુલ ગનાધી પહેલા અજીશના ઘરે મુલાકાત લીધી હતી. ચલીગાડાથી, તે કુરુવા ટાપુ પર પ્રવાસી ગાઈડ પોલના પરિવારને મળવા પુલપલ્લી ગયો હતો. શુક્રવારે જંગલી હાથીના હુમલામાં પોલનું ગંભીર ઈજાઓ થવાથી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી વાઘના હુમલામાં મૃત્યું પામેલા મૂડકોલ્લીના પ્રહીશના પરિવારને મળ્યા હતા.
રાહુલે પીડિતોના પરિવારના સભ્યોને ખાતરી આપી હતી કે તેઓ તેમને વળતર અપાવશે, બાળકોના શિક્ષણ અને દયાના ધોરણે રોજગારના મુદ્દાઓ રાજ્ય સરકાર સાથે ઉઠાવશે અને આ બાબતોનું ઝડપથી નિરાકરણ લાવશે.


બાદમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું; ”હું એવા લોકોને મળવા આવ્યો છું જેમણે તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમની સાથે શોક વ્યક્ત કરવા અને અહીંના વહીવટીતંત્ર સાથે વાત કરવા માટે આવ્યો છું. અમે વહીવટીતંત્રને કહ્યું છે કે તેઓએ વળતર ઝડપથી અને અસરકારક રીતે ચૂકવવાની જરૂર છે અને તેમાં વિલંબ ન કરવો જોઈએ જેમ કે છેલ્લા કેટલાક મહિનાઓથી આવું થઈ રહ્યું છે.”


રાહુલ ગાંધીએ વહીવટીતંત્રને અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું. “મને કહેવામાં આવ્યું છે કે ત્યાં એક રપીડ રિસ્પોન્સ ટીમ છે. પરંતુ એક ટીમ પૂરતી નથી. ટીમોની સંખ્યા વધારવાની અને તેમને તમામ સાધનો પૂરા પાડવાની જરૂર છે.”


રાહુલ ગાંધીએ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે આંતર-રાજ્ય સહયોગ સુધારવાની હિમાયત કરી હતી.
કોંગ્રેસના નેતાએ વાયનાડમાં સારી મેડિકલ કોલેજ બનાવવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી. તેમણે કહ્યું “મને સમજાતું નથી કે અહીં મેડિકલ મેડિકલ કોલેજ વિકસાવવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે. એ કોઈ જટિલ બાબત નથી.”

રાહુલે કહ્યું કે આ દુર્ઘટના છે કે લોકોના જીવ ગુમાવ્યા અને ગંભીર રીતે ઘાયલ થયા પછી પણ તેમની પાસે યોગ્ય મેડિકલ કોલેજ નથી.


શનિવારે વાયનાડ જિલ્લામાં સ્થાનિક લોકોએ રાજ્ય સરકાર અને વન વિભાગ સામે પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.


રાહુલ ગાંધીએ અવારનવાર વાયનાડના લોકો સાથેના તેમના ખાસ સંબંધ વિશે વાત કરતા રહે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ CPI ઉમેદવારને 4 લાખથી વધુ મતોથી હરાવીને 7.06 લાખ મત મેળવ્યા હતા. લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા પછી તેમણે વાયનાડના લોકોનો તેમના મુશ્કેલ દિવસોમાં તેમના સમર્થન માટે આભાર માન્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button