ટોપ ન્યૂઝનેશનલ

આ વ્યક્તિએ કરી હતી 13મી ડિસેમ્બરના સંસદ પર હુમલો થશે એવી આગાહી…

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષા વ્યવસ્થામાં પડેલાં ભંગાણને કારણે આખો દેશ હચમચી ગયો છે અને દેશવાસીઓમાં ઘટનાને પગલે ચિંતામાં પડી ગયા છે. જે સ્થળ પર જનતા દ્વારા ચૂંટવામાં આવેલા જનપ્રતિનિધિઓ બેસે છે એ જ સ્થળ જો સુરક્ષિત ન હોય તો પછી દેશના આમ આદમીની સુરક્ષાનું શું એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. જોકે, હવે આ બધા વચ્ચે એક મહત્ત્વની માહિતી સામે આવી છે અને આ માહિતી છે આ હુમલા અંગે પહેલાંથી જ કોઈએ ભવિષ્યવાણી સંબંધિત.

જી હા, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને થોડાક દિવસ પહેલાં જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એવું કહેતો સાંભળવા મળે છે કે 13મી ડિસેમ્બરના સંસદ પર હુમલો થશે. એટલું જ નહીં પન્નુને વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે ભારતીય એજન્સીઓ દ્વારા કથિત રીતે તેની હત્યા માટેનું કાવતરું નિષ્ફળ ગયું છે અને 13મી ડિસેમ્બર પહેલાં સંસદ પર હુમલો કરીને તેનો જવાબ આપશે.


આજે જ 13મી ડિસેમ્બરે 2001માં ભારતીય સંસદ પર થયેલા હુમલાની 22મી વર્ષગાંઠ પણ છે અને આજે જ બે અજ્ઞાત વ્યક્તિ દ્વારા સંસદમાં બળજબરીથી ઘૂસીને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામે આ ઘટનાને પન્નુન દ્વારા આપવામાં આવેલી ધમકી સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.


ભારતની એકતાના દુશ્મન એવા પન્નુને આગળ એવું પણ કહ્યું હતું કે તેના દ્વારા આપવામાં આવેલો વળતો જવાબ ભારતીય સંસદના પાયાને હચમચાવી નાખશે. આ વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઈરલ કરવામાં આવ્યો હતો. પન્નુન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક પોસ્ટર પણ જોવા મળ્યું હતું જેમાં 2001માં સંસદ પર કરવામાં આવેલા હુમલાના આરોપી અફઝલ ગુરુ જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker