નેશનલ

ભરી સભામાં આ મંત્રીજીની જીભ લપસી, મોહમ્મદ પયગંબરને ગણાવ્યા મર્યાદા પુરુષોત્તમ

બિહારના શિક્ષણપ્રધાન ચંદ્રશેખર યાદવ ફરી એકવાર વિવાદસ્પદ નિવેદન આપીને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે બિહારમાં એક સભામાં સંબોધન કરતી વખતે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબરને મર્યાદા પુરુષોત્તમ ગણાવ્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.

આ ઘટના નાલંદાની છે જ્યાં જન્માષ્ટમી ઉજવણીના એક કાર્યક્રમ દરમિયાન તેમને નાલંદાના હિલસામાં બાબા અભયનાથ ધામ પરિસરમાં જનસભાને તેઓ સંબોધન કરી રહ્યા હતા જેમાં તેઓ જન્માષ્ટમી પર ઓછું અને ઇસ્લામ ધર્મ પર વધુ બોલી રહ્યા હતા. તેમણે પ્રવચનમાં કહ્યું, “જ્યારે દુનિયામાંથી ઇમાન ઓછું થઇ ગયું, અપ્રામાણિક અને શેતાન લોકો વધી ગયા, ત્યારે મધ્ય એશિયામાં પરમાત્માએ એક શાનદાર દૂત, મર્યાદા પુરુષોત્તમ જે કહેવું હોય તે મોહમ્મદ સાહેબને પૈદા કર્યા, ઇસ્લામનું પ્રાગટ્ય થયું ઇમાનદારી માટે, શેતાનની વિરુદ્ધ લડવા માટે, પરંતુ અપ્રામાણિક માણસ જો પોતાને મુસલમાન ગણાવે તો ઇસ્લામ તેની પરવાનગી આપતું નથી.”

આ નિવેદનનો વીડિયો જેવો વાઇરલ થયો કે તરતજ બિહાર ભાજપે ઘટનાની નિંદા કરી હતી. બીજેપી પ્રવક્તા અરવિંદકુમારે જણાવ્યું હતું કે “શિક્ષણ પ્રધાન ચંદ્રશેખર માનસિક બિમારીથી પીડાઇ રહ્યા છે. તેઓ ક્યારેક હિંદુઓ પર ટિપ્પણી કરે છે તો ક્યારેક મુસલમાનો પર, લોકોના મનમાં ધર્મ અને જાતિના નામે નફરત ફેલાવી વોટનું રાજકારણ રમે છે.”

આ પહેલા પણ બિહારના શિક્ષણપ્રધાન ચંદ્રશેખર યાદવે રામચરિતમાનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે રામચરિતમાનસને નફરત ફેલાવનારો અને સમાજને વહેંચનારો ગ્રંથ છે તેમ કહ્યું હતું. જેનો ભારે વિરોધ પણ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો