આ નેતા એ કહ્યું કે મુસ્લિમોના કલ્યાણ માટે મારા પિતા કરતા વધારે કામ કરીશ…
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ મુસ્લિમોના કલ્યાણ માટે તેમના પિતા કરતાં વધુ કામ કરવાનું વચન આપ્યું હતું. જગન મોહન રેડ્ડીએ શનિવારે એટલે કે 11 નવેમ્બર ના રોજ કહ્યું હતું કે તેઓ મુસ્લિમોના કલ્યાણ માટે તેમના પિતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડી કરતાં વધુ કામ કરશે.
એક જનસભાને સંબોધતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મુસ્લિમોના કલ્યાણ માટે મારા પિતાએ એક ડગલું આગ વધ્યા છે તો હું બે ડગલા આગળ વધીશ. ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના દિવસને દક્ષિણના રાજ્યમાં લઘુમતી કલ્યાણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જે નિમિત્તે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રધાને ભાષણ કરતા મુસ્લિમોના કલ્યાણ વિશે વાત કરી હતી.
2019માં યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ત્યારથી રાજકીય, આર્થિક અને મહિલાઓમાં સશક્તિકરણ જેવી બાબતોમાં મુસ્લિમ સમુદાયમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્ય પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે તેમના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે દેશમાં ગરીબ મુસ્લિમો માટે આરક્ષણ લાગુ કર્યું હતું.
દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદના વખાણ કરતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમણે ઘણી જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે.