રેલવે સ્ટેશનો પર ‘પીએમ મોદી સાથે સેલ્ફી’ માટે બૂથ ઉભા કરાતા આ નેતાએ કર્યો વિરોધ
ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોન હેઠળના રેલ્વે સ્ટેશનો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી બૂથ લગાવવામાં આવ્યા છે. મોદી સરકારના આ નિર્ણયની વિપક્ષ ભારે આલોચના કરી રહ્યું છે. એક પછી એક વિરોધપક્ષના નેતાઓ પોતાનું રાજકીય નિવેદન આપીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
मोदी सरकार ऐसे “सेल्फ़ी बूथ”कई रेल स्टेशनों पर लगवा रही है। एक पुतले की क़ीमत ₹1.25 लाख से ₹6.25 लाख तक है। भारत सरकार की तिजोरियों में इतना धन नहीं की जिससे राजा जी नरेंद्र भाई के सारे ख़्वाहिशात पूरे हो सकें।लेकिन सेल्फ़ी के आगे देश का ग़रीब क्या चीज़ है? देश की सारी संपत्ति… pic.twitter.com/6OX67RAsrd
— Asaduddin Owaisi (@asadowaisi) December 27, 2023
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પીએમ મોદીના ‘સેલ્ફી પોઈન્ટ’નો ફોટો શેર કર્યો હતો, આ ફોટો શેર કરીને ઓવૈસીએ જણાવ્યું હતું કે, “મોદી સરકાર ઘણા રેલવે સ્ટેશનો પર આવા ‘સેલ્ફી બૂથ’ સ્થાપિત કરી રહી છે. પીએમના પૂતળાની કિંમત અંદાજે ₹1.25 લાખથી ₹6.25 લાખ સુધીની છે. ભારત સરકારની તિજોરીમાં ‘રાજા નરેન્દ્રભાઈ’ની તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે પૂરતા પૈસા નહિ હોય. પણ એક સેલ્ફીની સરખામણીમાં દેશનો ગરીબ શું ચીજ છે? દેશની તમામ સંપત્તિ મોદીજી માટે રેવડી છે. મોજ કરો!”
અગાઉ સેલ્ફી બૂથના મુદ્દે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે પણ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનો પર વડા પ્રધાન મોદીની તસવીરોવાળા ‘સેલ્ફી બૂથ’ લગાવવા એ કરદાતાઓના પૈસાનો ‘બગાડ’ છે. આરટીઆઈના જવાબમાં મધ્ય રેલવે હેઠળના સ્ટેશનોની યાદી આપવામાં આવી છે જ્યાં અસ્થાયી અને કાયમી સેલ્ફી બૂથ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આરટીઆઈના જવાબ મુજબ, કેટેગરી A સ્ટેશનો માટે કામચલાઉ ‘સેલ્ફી બૂથ’નો મંજૂર ખર્ચ રૂ. 1.25 લાખ છે, જ્યારે કેટેગરી સી સ્ટેશનો માટે કાયમી ‘સેલ્ફી બૂથ’નો ઇન્સ્ટોલેશન ખર્ચ રૂ. 6.25 લાખ છે.