આપના આ નેતાને દિવાળી જેલમાં જ ઉજવવી પડશે…
નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા જેલમાં જ દિવાળી ઉજવશે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને મળવાની પરવાનગી આપી નથી. દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાને તેની પત્નીને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મળવાની મંજૂરી આપી હતી જેમાં કોર્ટના આદેશ અનુસાર મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે શનિવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી તેમની પત્નીને મળી શકે પરંતુ ઘરે જઇ શકશે નહિ. નોંધનીય છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસના આરોપી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની બીમાર પત્નીને મળવાની માંગ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાના વકીલે કહ્યું હતું કે જો તમે 5 દિવસ ન આપી શકો તો 2 દિવસનો સમય આપો. હાઈ કોર્ટે અગાઉ આ રીતે પત્નીને મળવાની પરવાનગી આપી હતી. ત્યારે સીબીઆઈએ મનીષ સિસોદિયાની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મનીષ સિસોદિયા વચગાળાના જામીન માટે આવે છે પરંતુ તેમની સામેની તપાસ હજુ પૂરી થઇ નથી.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં CBI અને EDના કેસની સુનાવણી કોર્ટ કરી રહી છે. જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સીબીઆઈ સાથે મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દિલ્હી દારૂ કૌભાંડના બંને કેસ એટલે કે ED અને CBI કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા જ મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે સિસોદિયા ફગાવી દીધી હતી. તેમની અગાઉની જામીન અરજી હાઈ કોર્ટ તેમજ ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે જૂનમાં હાઈ કોર્ટે તેને કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપી હતી.
મનીષ સિસોદિયા પાસે ઘણા વિભાગોની જવાબદારી હતી, જેમાં આબકારી વિભાગનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની લીકર કૌભાંડમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે.