નવલા નોરતામાં MPના આ મંદિરમાં બાળકીએ કર્યું આવું…
મધ્યપ્રદેશના ખરગોન ખાતે નવરાત્રિના પહેલા જ દિવસે માતા બાગેશ્વરી દેવીના મંદિરમાં એક છોકરીએ પોતાની જીભ કાપીને માતા બાગેશ્વરી દેવીને અર્પણ કરી દીધી હતી અને આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બાળકીમાં માતાનો વાસ છે. હાલમાં આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચા થઈ રહી છે.
આ ઘટનાને ભક્તિ કહો કે અંધશ્રદ્ધા જે કહો એ… મધ્યપ્રદેશના ખરગોનમાં આવેલા બાધેશ્વરી શક્તિ ધામમાં એક છોકરીએ તલવારથી પોતાની જીભ કાપીને માતાને અર્પણ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ હ્રદયદ્રાવક ઘટનાના વાઈરલ થયેલાં વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાળકી તેની માતાના નામની જય બોલાવી રહી છે. ત્યાર બાદ એ તલવાર ઉપાડે છે અને એક જ ઝાટકે તેની જીભ કાપી નાખે છે. આ દરમિયાન મંદિરમાં ભારે ભીડ હોય છે, પરંતુ કોઈ તેને રોકવાનો પ્રયાસ કરતું નથી.
વાત જાણે એમ છે કે જ્યારે છોકરી તલવાર ચલાવે છે, ત્યારે લોકો વધુ જોરથી અને ઉત્સાહમાં માતા દેવીની જયજયકાર કરે છે. મળી રહેલી માહિતી મુજબ, ખરગોન જિલ્લાના સાગુર ભગુરમાં માતા બાધેશ્વરી શક્તિ ધામ છે અને એવો દાવો કરવામાં આવે છે કે આ એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. અહીં નવરાત્રિના પહેલા દિવસે એક છોકરીએ અમૃત કુંડમાં તલવારથી જીભ કાપીને માતાને અર્પણ કરી હતી.
વીડિયોમાં એવું સ્પષ્ટપણે દેખાઈ શકાય છે કે તલવારના હુમલાને કારણે બાળકીના મોઢામાંથી લોહીના ફુવારા ઉડે છે. છોકરી ત્યાં પડે છે આમ છતાં હાજર ભીડમાંથી એક પણ વ્યક્તિ તેને રોકવાનો કે બચાવવાનો પ્રયાસ કરતો નથી.
આ ઘટના બાદ સમગ્ર મંદિર પરિસર માતાની સ્તુતિથી ગુંજી ઉઠ્યું છે. હાજર લોકોએ જણાવ્યું કે આ બાળકીમાં માતા રહે છે. આથી, સેંકડો લોકો આ દ્રશ્ય જાતે જોવા આવ્યા હતા અને તેને તેમના મોબાઈલ ફોન કેમેરામાં શૂટ કરવા લાગી છે.
આમાંથી એક વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રિનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. જેમાં દેશભરના દેવી મંદિરોમાં વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ખરગોનમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.