આ છે દુનિયાના માલેતુજારોની યાદીઃ જાણો ભારતના કેટલા છે?

નવી દિલ્હીઃ ભારત દેશ હવે વિકાસના પંથે છે, જેથી લોકોની આવકમાં પણ બહોળા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ભારતમાં સૌથી વધારે ધનવાન કોણ છે? તે બાબતે થયેલા સર્વેની યાદી આવી ગઈ છે. ભારતીય અર્થવ્યવસ્થા પણ અત્યારે વિશ્વમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આ રિપોર્ટ્સ પ્રમાણે ભારત માત્ર અર્થવ્યવસ્થામાં જ નહીં પરંતુ અમીરોની સંખ્યામાં પણ ટોપ પર આવી ગયું છે. ભારતમાં હવે હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા 85,698 પર પહોંચી ગઈ છે, જેથી અમીર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ પણ ભારત વિશ્વમાં ચોથા સ્થાને આવી ગયું છે.
ભારત અમીરોની સંખ્યામાં અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથા ક્રમે
રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, અમીરોની સંખ્યામાં ભારત કરતા માત્ર ત્રણ દેશો જ આગળ છે. અમીરોની યાદીમાં પહેલા સ્થાને અમેરિકા, બીજા સાથે ચીન અને ત્રીજા સ્થાને જાપાન આવે છે. આ યાદીમાં ભારત હવે ચોથા ક્રમે આવી ગયું છે. ગ્લોબલ વેલ્થ રિપોર્ટ પ્રમાણે ભારતમાં અમીર લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગ્લોબલ વેલ્થ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2028 સુધીમાં ભારતમાં HNWI (High Net worth Individual) ની સંખ્યા વધીને 93,758 થઈ જશે.
અબજોપતિઓની સંખ્યા વાર્ષિક ધોરણે 12% નો વધારો
ભારતમાં અબજોપતિઓની સંખ્યા પણ ઘણા મોટા દેશો કરતા વધુ છે. રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2024 માં, ભારતમાં અબજોપતિઓની સંખ્યા વાર્ષિક ધોરણે 12% ના વધારા સાથે 191 થઈ ગઈ છે અને આ અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ 950 બિલિયન ડોલર હતી, જે ભારતને યુએસ (5.7 ટ્રિલિયન ડોલર) અને ચીન (1.34 ટ્રિલિયન ડોલર) પછી વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને લઈ જાય છે.
જો તમારી પાસે આટલા પૈસા હોય, તો તમે ટોચના અમીરોમાં સામેલ થઈ શકો છો
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મોનાકોમાં ટોચના 1% માં સામેલ થવા માટે વ્યક્તિને 107 કરોડ રૂપિયાની જરૂર પડશે છે, જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડમાં 71 કરોડ રૂપિયા, યુએસમાં 48 કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયામાં 46 કરોડ રૂપિયા, સિંગાપોરમાં 43 કરોડ રૂપિયા, યુએઈમાં 13 કરોડ રૂપિયા અને બ્રાઝિલાં 3.6 કરોડ રૂપિયા સાથે વ્યક્તિ દેશના એક ટકા સૌથી વધારે ધનિકની યાદીમાં સામેલ થઈ શકે છે. જ્યારે ભારતમાં 10 મિલિયન ડોલરથી વધુ એટલે કે 87 કરોડ રૂપિયાની સંપત્તી ધરાવતા લોકોને High-Net-Worth Individual શ્રેણીમાં મૂકવામાં આવે છે.
આપણ વાંચો: સોનમ-મુસ્કાને કેમ કર્યું આવું અઘોરી કૃત્યઃ આ chilling murder caseપાછળનું સામાજિક ગણિત પણ સમજવા જેવું
દુનિયાભરના કુલ અમીરમાં 3.7% અમીર ભારતમાં છે
ભારતમાં હવે એક ટકા સૌથી વધારે ધનિકોની સંખ્યા 85,698 થઈ ગઈ છે. આ સંખ્યા દુનિયાભરના કુલ અમીર લોકોના 3.7% છે. ભારતમાં અમીર લોકોની લાંબી યાદીનો શ્રેય ટેકનોલોજી તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રોને જાય છે. આમાં સતત વિકસતા સ્ટાર્ટઅપ્સનો પણ મોટો ફાળો છે. ભારતમાં અમીરોની સંખ્યા સતત વધી રહી છે. એટલું જ નહીં પરંતુ વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ગરીબોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ભારતનું સ્તર દરેક રીતે સુધરી રહ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.