BSFએ પાકિસ્તાનની ચોકીઓનો આ રીતે સફાયો કર્યો ! જુઓ નવો વીડિયો

નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં રહેલા આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો હતો. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)એ પાકિસ્તાની ક્ષેત્રમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતાં. આજે મંગળવારે ઓપરેશન સિંદૂરનો નવો નવો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળે છે કે BSFએ કેવી રીતે કાર્યવાહી કરી હતી.
અહેવાલ મુજબ ભારતની આર્મ્ડ ફોર્સીઝે આતંકવાદી સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા ત્યારે પાકિસ્તાન રેન્જર્સ તેને કવર માટે પ્રયાસ કર્યો હતો. આ વિડિઓમાં જોવા મળે છે કે BSFએ પાકિસ્તાની સૈન્ય ચોકીઓને કેવી રીતે તોડી પાડી. આ ફૂટેજ દર્શાવે છે કે ભારત સરહદ પારના કોઈ પણ જોખમ સામે મજબૂત પ્રતિભાવ આપવા તૈયાર છે.
પાકિસ્તાનની પોસ્ટ્સનો નાશ:
મંગળવારે મીડિયાને સંબોધતા, NSFના જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું હતું કે BSFએ અખનૂર, સાંબા અને આરએસપુરા સેક્ટરમાં અનેક આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે, જેમાં લોની, મસ્તપુર અને છાબરાનો સમાવેશ થાય છે.
ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે કહ્યું, “9-10 મેના રોજ પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના અખનૂર સેક્ટરમાં BSF ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. જવાબમાં, અમે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા લોની લોન્ચ પેડ પર હુમલો કર્યો, જેમાં તેને ભારે નુકસાન પહોંચ્યું.”
ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ:
અધિકારીઓએ જણાવ્યું હતું કે BSFએ ગોળીબાર દરમિયાન ઇન્ટરનેશનલ બોર્ડર પરથી 40 થી 50 શંકાસ્પદ આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે BSF એ સિયાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારની આડમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓના મોટા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.
કોઈપણ દુ:સાહસનો કડક જવાબ મળશે:
DIG ચિત્તરપાલ સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને વિવિધ હથિયારોનો ઉપયોગ કરીને અબ્દુલિયાન જેવા ગામડાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું.”અમે દુશ્મનની કેટલીક પોસ્ટ્સ, ટાવર અને બંકરોનો નાશ કરીને જવાબ આપ્યો હતો. લગભગ 72 પાકિસ્તાની પોસ્ટ્સ અને 47 ફોરવર્ડ પોસ્ટ્સ પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે BSF ની પ્રોપર્ટી કે સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી,”
ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું, “અમે સર્વેલન્સ અને સિક્યોરીટી વધારી રહ્યા છીએ. CIBMS (કોમ્પ્રીહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ) 2017 થી અમલમાં છે, અને અમે આગામી મહિનાઓમાં વધુ અદ્યતન તકનીકોને ઇન્ટીગ્રેટ કરી રહ્યા છીએ. BSF ઇન્ડિયાની ફર્સ્ટ લાઈન ઓફ ડીફેન્સ છે. અમે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ કોઈપણ દુ:સાહસનો કડક જવાબ આપીશું.”
આ પણ વાંચો….પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની દીકરીના કાફલા પર હુમલો: ટોળાંએ કરેલા હુમલાથી માંડ માંડ બચ્યા!