નેશનલ

કાશ્મીરમાં આવી આ આફતઃ જમ્મુ-શ્રીનગર હાઇ-વે બીજા દિવસે પણ બંધ

જમ્મુ: રામબન જિલ્લામાં એક ડઝનથી વધુ સ્થળોએ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે સતત બીજા દિવસે મંગળવારે પણ બંધ રહ્યો હતો, ટ્રાફિક વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે રામબન અને બનિહાલ વચ્ચેના પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા પરથી અડચણો દૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. અધિકારીઓએ લોકોને વધુ જાણકારી ના મળે ત્યાં સુધી રસ્તાથી દૂર રહેવાની સલાહ આપી છે.

ટ્રાફિક વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે (નેશનલ હાઇવે-44) દલવાસ, પીરહા, પીરહા ટનલ પાસે, મેહદ-કૈફેટેરિયા, જયસ્વાલ બ્રિજ, ત્રિશુલ વળાંક, સેરી ટી2, બંદર ખાતે ટેકરીઓ પરથી ભૂસ્ખલન/કાદવ/પથ્થરો પડવાને કારણે અવરોધિત થયો છે.

ટ્રાફિક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દલવાસ, મેહદ-કાફેટેરિયા, ચમલવાસ, શાલગાડી અને ગંગરૂમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા બાદ સવારે 9.30 વાગ્યાની આસપાસ હાઇવે પર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. ડોડા જિલ્લાના ભદરવાહમાં 58.8 મીમી વરસાદ નોંધાયો હતો . જમ્મુ શહેરમાં સવારે 8.30 વાગ્યા સુધી 5.8 મીમી વરસાદ નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button