નેશનલ

કાંગ્રેસના આ નેતાએ કહ્યું કે: નેતન્યાહુને કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના ગોળી મારીને મારી નાખવો જોઇએ…

કાસરગોડ: કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિથને કાસરગોડમાં એક રેલી દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કોઇ પણ પ્રકારના ટ્રાયલ વિના ગોળી મારીને મારી નાખવા જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હવે ન્યુરેમબર્ગ મોડલનું પરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે. બેન્જામિન નેતન્યાહુ એક ગુનેગાર તરીકે વિશ્વ સમક્ષ ઉભા છે. ત્યારે નેતન્યાહુને કોઇ ટ્રાયલ વિના ઠાર મારવાનો સમય આવી ગયો છે. કારણ કે તે ખૂબજ ક્રૂરતા કરી રહ્યો છે.

કોંગ્રેસના નેતા ઉન્નિથને કાસરગોડમાં પેલેસ્ટાઈન એકતા રેલી અને પ્રાર્થના સભાને સંબોધતા કહ્યું હતું કે ગાઝા પટ્ટી પર શાસન કરનાર હમાસે પોતાની રક્ષા માટે શસ્ત્રો ઉપાડ્યા છે. તેઓ ખરેખર કોઇ આતંકવાદી નથી. જો કોઈ હમાસને આતંકવાદીઓ તરીકે ચિત્રિત કરે છે, તો તે તેમની સામે કડક પગલાં લેવાનો સમય છે.

અગાઉ 11 નવેમ્બરના રોજ કેરળના કોઝિકોડમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. શાસક સીપીઆઈએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર તેના કથિત ઈઝરાયલ તરફી વલણને લઈને પ્રહારો કર્યા હતા. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે ડાબેરી પક્ષો સાચા અને ખોટા વચ્ચેની લડાઈ દરમિયાન તટસ્થ નહીં રહી શકે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હજારો લોકો માર્યા ગયા છે. તેમજ ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. ઇઝરાયલી સેનાએ ગાઝા સિટી સેન્ટર પર પણ કબજો કરી લીધો છે. હમાસનું હેડક્વાર્ટર બની ગયેલી અલ શિફા હોસ્પિટલને પણ ઈઝરાયલની સેનાએ ઘેરી લીધી છે.

જ્યારે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ હમાસના અંત સુધી આરામ કરશે નહીં. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટી પર હુમલા કરી રહી છે. ઈઝરાયલે અમેરિકાના યુદ્ધવિરામની વાતને પણ ફગાવી દીધી હતી. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલના હુમલામાં 11 હજારથી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button