નેશનલ

સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવવાની હોડમાં આ કંપનીએ જીઓને પાછળ છોડ્યું

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ હાલમાં ટેલીકોમ કંપની માટે ડેટા બહાર પાડ્યા હતા. પ્રકાશિત અહેવાલમાં જાન્યુઆરી 2025ના વપરાશકર્તાના અભિગમ અને નવા આંકડાઓ દર્શાવવામાં આવ્યા હતા. TRAIના આંકડાઓ દ્વારા સ્પષ્ટ જાણવા મળે છે કે ફરીવાર જીઓ અને એરટેલે લાખો યુઝર્સને આકર્ષ્યા છે જયારે BSNL અને VIના યુઝર્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

TRAIના ડેટા આધારિત જાણી શકાય છે કે ભારતમાં મોબાઈલ વપરાશકર્તાઓ પૂરઝડપે વધી રહ્યા છે, મહિનાના 0.55 ટકાના દરે મોબાઈલ વપરાશકર્તાઓનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વાયરલેસ મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્યા 115.06 કરોડને વટાવી પહોંચી છે. નોંધનીય છે કે આ અહેવાલમાં 5G મોબાઈલ વપરાશકર્તાનો પણ સમાવેશ થાય છે. આ સમાવેશથી વધુ મોબાઈલ યુઝર્સની નોંધ લેવામાં આવશે.

જાન્યુઆરી 2025ના આંકડા જોતા એરટેલની જીઓ સામેની જીત જોવા મળે છે. જાન્યુઆરીમાં એરટેલે 16.5 લાખ નવા સબસ્ક્રાઈબર્સ પોતાના નેટવર્કમાં જોડ્યા છે જયારે રિલાયન્સ જીઓએ માત્ર 6.8 લાખ નવા સબસ્ક્રાઈબર્સ આકર્ષ્યા છે. બીજી બાજુ વોડાફોન આઈડિયાની વાત કરવામાં આવે તો તેને આશ્ચર્યજનક 13 લાખ યુઝર્સ ગુમાવ્યા છે જયારે BSNL 1,50,000 યુઝર્સ ગુમાવ્યા છે.

જોકે બજાર મૂલ્યમાં હજુ પણ જીઓને ટક્કર મળી નથી. બજારમાં 6,00,000 નવા સબસ્ક્રાઈબર્સ ઉમેરાયા છે અને જીઓનો બજાર શેર 40.46 ટકા વધીને 46.58 કરોડના યુઝર્સ આંકડે પહોંચી છે. એરટેલે 33.61 ટકા વધીને યુઝર આંકડો 38.69 કરોડ વટાવીને બજાર શેરમાં બીજો કર્મ મેળવ્યો છે. 17.89 ટકાના યુઝર્સ ઘટાડા સાથે VIએ 20.59 કરોડ યુઝર્સ જાળવી રાખ્યા છે જયારે BSNLએ 9.15 કરોડ યુઝર્સ ટકાવી રાખ્યા છે. હાલમાં ભારતના મોટાભાગના મોબાઈલ સબસ્કાઈબ્રર્સ ખાનગી મોબાઈલ કંપનીઓના છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button