નેશનલમનોરંજન

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મુદ્દે દિલ્હી પોલીસને તપાસ માટે આવ્યો આ પડકાર

મુંબઈ: હાલમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો. રશ્મિકા સાથે સાથે કાજોલ અને કૈટરીના કેફ પણ આ આર્ટિફિશ્યલ ઈન્ટલિજન્સ (AI) ટેકનોલોજીનો શિકાર બની હતી. અનેક જાણીતા લોકોના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ ટેકનોલોજીનો દુરુપયોગ કરનારા લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે રશ્મિકા મંદાના ડીપફેક વિડિયોના મામલામાં એક નવો ખુલાસો થયો છે.

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક મેટાએ રશ્મિકા ડીપફેક કેસની તપાસ માટે મદદ માંગી હતી. પણ આ મામલે મેટા દ્વારા કોઈપણ પ્રકારનો સહકાર મળતો નહીં હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યુ હતું. સૂત્રોએ કહ્યું હતું કે રશ્મિકાના ડીપફેક કેસના લાંબી તપાસ બાદ પણ કોઈ પણ આરોપી વ્યક્તિની માહિતી મળી નથી. આરોપી વ્યક્તિએ પોતાનું એકાઉન્ટ અને તેનાથી જોડાયેલો ડેટા પણ ડિલિટ કરી દીધો છે. આરોપીએ આ એકાઉન્ટ માટે ખોટી ઓળખ અને વીપીએનનો ઉપયોગ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

પોલીસે આ મામલે અનેક લોકોથી પૂછપરછ કરી હતી પણ કોઈ પણ માહિતી મળી નહીં. કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવા કંપનીની મદદ સૌથી મહત્વની સાબિત થાય છે. કંપનીની પોલિસીમાં તપાસ યંત્રણાને દરેક પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું હોય છે પણ તેનું પાલન આ કંપનીઓ દ્વારા કરવામાં આવતું નથી, એવું પોલીસ સૂત્રએ જણાવ્યુ હતું.

રશ્મિકા ડીપફેક વીડિયોને કારણે બિગ બી અમિતાભ બચ્ચને પણ કડક કાર્યવાહીની માંગણી કરી હતી. ત્યારબાદ આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ મામલાની ગંભીરતાને લઈને જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. વડા પ્રધાન મોદીએ પણ ડીપફેક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button