આવું તો Uttarpradeshમાં જ બની શકે, Toll Plaza પર ટોલ માંગતા JCB Driverએ કર્યું કંઈ એવું કે…

ઉત્તર પ્રદેશમાં ટોલને લઈને થયેલાં વિવાદનો એક એકદમ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુપીના હાપુડ ટોલ પ્લાઝા (Hapud Toll Plaza) પર ફરજ બજાવી રહેલાં કર્મચારીએ ટોલ માંગતા જ ડ્રાઈવર એટલો બધો ગુસ્સે ભરાયો હતો કે તેણે પોતાનું બુલડોઝર કથિત રીતે ટોલ પ્લાઝા પર તોડફોડ કરી હતી.
આ આખી ઘટના મંગળવારના સવારે હાપૂડના છિજારસી ટોલ પ્લાઝા ખાતે બની છે. મળી રહેલી માહિતી અનુસાર બુલડોઝરનો ચાલક નશામાં ધૂત હતો અને પોલીસે તેની ધરપકડ કરી છે. આવો વિસ્તારથી જાણીએ આ ઘટના વિશે…
આ બાબતે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે બદાયુ નિવાસી આરોપી ધીરજ પિલખુવા ઈંટની ભઠ્ઠી પર કામ કરતો હતો અને જેસીબી લઈને હાપુડ તરફથી છિજારસી ટોલ પ્લાઝા પહોંચ્યો હતો. એ સમયે ટોલકર્મીએ ધીરજ પાસેથી ટોલ માંગ્યો તો તેણે જેસીબી બુલડોઝરથી તોડફોડ કરી હતી અને જોત જોતામાં આખી કેબિન તોડી નાખી હતી.
ટોલ પ્લાઝા પર ફરજ બજાવી રહેલાં કર્મચારીએ ભાગીને જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો હતો. તોડફોડ મચાવ્યા બાદ જેસીબી ડ્રાઈવર જેસીબી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જેસીબીની તપાસ હાથ ધરી હતી અને તેની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઘટના સમયે આરોપી ધીરજ નશામાં ધૂત હતો.