નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ એરલાઈન આપી રહી છે સસ્તી ટિકિટ, બસ પૂરી કરવી પડશે આ નાનકડી શરત…

આપણામાંથી મોટાભાગના લોકો સમય બચાવવા માટે અને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે એર ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે અને કેટલાક સ્માર્ટ લોકો વિવિધ કૂપન્, કોડ્સ અને વેબસાઈટ પર જઈને જેમ બને એમ સસ્તી એર ટિકિટ બૂક કરવા માટે કસરત કરતાં હોય છે.

પરંતુ ઉદ્યોગપતિ રતન ટાટાના Tata Groupની Air India Express દ્વારા વાજબી દરે પ્રવાસીઓને હવાઈ મુસાફરી આપવાનું નક્કી કર્યું છે. કંપની દ્વારા મંગળવારે આ બાબતની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓફરનો લાભ લેવા માટે પ્રવાસીઓએ બસ એક જ શરત પૂરી કરવી પડશે.

કંપની દ્વારા આ મામલે કરવામાં આવેલી જાહેરાત અનુસાર Xpress Liteની મદદથી પ્રવાસીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસની ટિકિટને સામાન્ય દર કરતાં છૂટ સાથે ઓછા ભાવે ખરીદી શકશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચેક ઈન બેગેજ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓને કંપની દ્વારા ટિકિટ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

https://twitter.com/AirIndiaX/status/1759821568199311533

એર ઈન્ડિયા દ્વારા એક પ્રેસ રિલીઝમાં આપવામાં આવેલી માહિતી અનુસાર Xpress Check-Inની સાથે હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને કાઉન્ટર અને બેગેજ બેલ્ટની લાઈનમાં લાગવાની જરૂર નથી રહેતી અને વધુ ત્રણ કિલો લગેજ લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે. આ સિવાય 15 કિલો અને 20 કિલોથી વધુ વજનવાળી ચેક ઈન બેગેજની છુટ સાથે પ્રી-બુક કિંમત પર પણ આ સુવિધા આપવામાં આવશે. એક્સપ્રેસ લાઈટ ફેર અનુસાર બુકિંગ કરનારા પ્રવાસીઓને વધુ ફ્લેક્સિબિલિટી અને સુવિધાઓ ઓફર કરવામાં આવે છે.

એક્સપ્રેસ ચેક ઈનની વાત કરીએ તો એરપોર્ટ પર કાઉન્ટર પર ચેક ઈન કરવાની આવશ્યક્તા નથી. તમે ઓનલાઈન ચેક ઈન કરી શકો છો અને સીધું સિક્યોરિટી ચેક માટે જઈ શકો છો. આ સિવાય ચેક ઈન લગેજ સાથે પ્રવાસ નહીં કરનારા પ્રવાસીઓને વધુના ત્રણ કિલો વજન સાથે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે, એવી સ્પષ્ટતા પણ કંપની દ્વારા કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…