
અમૃતસર: અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર યથાવત છે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની ત્રીજી બેચને લઈને ત્રીજું વિમાન આજે 16 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ વિમાનમાં અમેરિકાએ 112 ભારતીયોને પરત મોકલ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, 112 ડિપોર્ટ કરાયેલા લોકોમાં 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. ડિપોર્ટ કરાયેલા લોકોમાંથી કેટલાકના પરિવારો એરપોર્ટ પર આવી ગયા છે. ડિપોર્ટ કરાયેલા લોકોને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ, ચકાસણી અને પૃષ્ઠભૂમિ તપાસ સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ઘરે પાછા ફરવાની પરવાનગી આપવામાં આવશે.
Also read: અમેરિકાથી આવેલા ડિપોર્ટીઓના માથે પાઘડી નહોતી; પંજાબના કેબિનેટ પ્રધાનનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનું આકરું વલણ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધ બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને, તેમણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે ચૂંટણી પ્રચારમાં જે વચન આપ્યું હતું તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાની કામગીરી આરંભી હતી.
VIDEO | Punjab: Third US plane with 112 illegal Indian immigrants on board lands at Amritsar airport.
— Press Trust of India (@PTI_News) February 16, 2025
(Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/NyJTLHPUgU
કાર્યવાહીનો દોર ચાલુ
જો કે હજુ પણ અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકો સામે કાર્યવાહીનો દોર ચાલુ છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીયોનો બીજો જથ્થો ગઇકાલે ભારત પહોંચ્યુ હતું. તે વિમાન પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ અમૃતસરમાં લેન્ડ થયું હતું. જેમાં અમેરિકાએ 119 જેટલા ભારતીયોને પરત મોકલ્યા હતા.