
વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબર 2023ના રોજ થવા જઈ રહ્યું છે. શરદ પૂર્ણિમાની રાત્રે થઈ રહેલું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને આ ચંદ્ર ગ્રહણની તમામ રાશિઓ પર તેની મોટી અસર જોવા મળશે. પરંતુ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે કે જેમના માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે.
વર્ષ 2023નું આ છેલ્લું ચંદ્રગ્રહણ 28મી અને 29મી ઓક્ટોબરની મધ્યરાત્રિએ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર, આ ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબરના રાત્રે 11.32 કલાકે શરૂ થશે અને 29મી ઓકટોબરના મોડી રાતે 3.56 કલાકે પૂરું થશે. આ ચંદ્રગ્રહણ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં જોવા મળશે. તેમ જ આ ચંદ્રગ્રહણથી કેટલીક રાશિના લોકોને ફાયદો થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ ખુબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ લોકોને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. તમારો પગાર કે અટવાયેલા પૈસા મેળવીને આ રાશિના લોકો મોટી સેવિંગ કરી શકશો. જીવનમાં સોનેરી દિવસો શરૂ થશે.

મિથુન રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે પુષ્કળ લાભ કરાવી રહ્યો છે. આ રાશિના લોકોને આ ગ્રહણને કારણે નોકરી અને બિઝનેસમાં ફાયદો કરાવી રહ્યો છે. તમારા અટકી પડેલાં પૈસા પાછા મળતાં તમને રાહત અનુભવાશે. જો ઘરમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે.

આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતી મજબૂત બનાવી રહ્યું છે. તમને ક્યાંકથી પૈસા મળશે. દેવામાંથી રાહત મળશે. કાર્યસ્થળ પર તમારી સ્થિતિમાં સુધારો થશે. આ સમયગાળામાં તમને રાહતનો અહેસાસ થશે.

28મી ઓક્ટોબરના થનારું આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ધન રાશિના જાતકોને પારાવાર લાભ કરાવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકોને સારી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થતાં મન પ્રસન્નતા અનુભવશો અને આકસ્મિક આર્થિક લાભ થઈ રહ્યો છે. આ ગ્રહણને કારણે તમારી કોઈ જૂની સમસ્યા દૂર થતાં માનસિક શાંતિ અનુભવાશે.