નેશનલ
બિહારમાં આ ઉમેદવારો 1000થી પણ ઓછા મતથી છે આગળ, જુઓ લિસ્ટ

પટનાઃ ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે બિહારની 243 સીટ પૈકી ભાજપ 91, જેડીયુ 79, આરજેડી 29, લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ) 21, એઆઈએમઆઈએમ 5, કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. હાલ મત ગણતરી ચાલી રહી છે ત્યારે અનેક બેઠક પર ખૂબ પાતળી સરસાઈ જોવા મળી છે. બિહારમાં 17 એવી વિધાનસભા બેઠકો છે, જ્યાં ખૂબ જ નજીકનો મુકાબલો ચાલી રહ્યો છે. આ બેઠકો પર જીત-હારનું અંતર 1000 વોટ કરતાં પણ ઓછું છે.
આ ઉમેદવારો 1000થી ઓછા વોટથી આગળ
- છાતાપુર બેઠક પર BJPના નીરજ કુમાર સિંહ 9 રાઉન્ડની ગણતરી બાદ 442 વોટથી આગળ છે.
- દરોંદા બેઠક પર BJPના કરનજીત સિંહ 7 રાઉન્ડ બાદ 726 વોટથી આગળ છે.
- ઠાકુરગંજ બેઠક પર AIMIMના ગુલામ હસનૈન 10 રાઉન્ડની ગણતરી બાદ 357 વોટથી આગળ છે.
- ચેનારી બેઠક પર કોંગ્રેસના મંગલ રામ ચોથા રાઉન્ડ બાદ 275 વોટથી આગળ છે.
- વાલ્મિકી નગર બેઠક પર કોંગ્રેસના સુરેન્દ્ર પ્રસાદ 11 રાઉન્ડ બાદ 898 વોટથી આગળ છે.
- બારાચટ્ટી બેઠક પર HAM (હમ)ના જ્યોતિ દેવી 7 રાઉન્ડ બાદ 361 વોટથી આગળ છે.
- મધુબની બેઠક પર RLM (આરએલએમ)ના માધવ આનંદ 7 રાઉન્ડ બાદ 668 વોટથી આગળ છે.
- નરપટ ગંજ બેઠક પર RJDના મનીષ યાદવ ચાર રાઉન્ડની ગણતરી બાદ 774 વોટથી આગળ છે.
- બરહરિયા બેઠક પર RJDના અરુણ ગુપ્તા 10 રાઉન્ડ બાદ 226 વોટથી આગળ છે.
- બખ્તિયારપુર બેઠક પર RJDના અનિરુદ્ધ કુમાર 18 રાઉન્ડ બાદ 263 વોટથી આગળ છે.
- રફીગંજ બેઠક પર RJDના ગુલામ શાહિદ ચાર રાઉન્ડ બાદ 259 વોટથી આગળ છે.
- ગોહ બેઠક પર RJDના અમરેન્દ્ર કુમાર 6 રાઉન્ડ બાદ 595 વોટથી આગળ છે.
- નરકટિયા બેઠક પર JDUના વિશાલ કુમાર 10 રાઉન્ડની ગણતરી બાદ 174 વોટથી આગળ છે.
- સોનવર્ષા બેઠક પર JDUના રત્નેશ સદા 7 રાઉન્ડ બાદ 991 વોટથી આગળ છે.
- હથુઆ બેઠક પર JDUના રામસેવક સિંહ 11 રાઉન્ડની ગણતરી બાદ 826 વોટથી આગળ છે.
- નબીનગર બેઠક પર JDUના ચેતન આનંદ 6 રાઉન્ડ બાદ 407 વોટથી આગળ છે.
- ડુમરાંવ બેઠક પર JDUના રાહુલ સિંહ 12 રાઉન્ડ બાદ 764 વોટથી આગળ છે.
2020 માં કોણે કેટલી બેઠકો જીતી હતી?
2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 74 બેઠકો જીતી, જ્યારે તેના સાથી પક્ષ, JDU એ 43 બેઠકો મેળવી હતી. બીજી તરફ, RJD 75 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોંગ્રેસે 19 બેઠકો જીતી, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોએ મળીને 32 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો…બિહારમાં ‘કિંગમેકર’ મહિલા મતદારો: ₹10,000ની યોજનાએ નીતીશ કુમારને જીતાડ્યા?



