નેશનલ

26 જાન્યુઆરીના લાલ કિલ્લા પર હુમલો કરવાની હતી યોજના, મુઝમ્મિલની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા કાર વિસ્ફોટે રાષ્ટ્રને આઘાત આપ્યો છે. તપાસ એજન્સીઓએ અનેક સંદિગ્ધોને હિરાસતમાં લીધા છે, જેમાં ત્રણ મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા છે – ડો. મુજમ્મિલ, ડો. અદીલ અહમદ ડાર અને ડો. ઉમર. ઉલ્લેખનીય છે કે વિસ્ફોટમાં ડો. ઉમરનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે મુજમ્મિલ અને અદીલને પકડી લેવામાં આવ્યા છે. મુજમ્મિલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદિઓની લાલા કિલ્લા પર હુમલો કરવાની યોજના હતી.

મુજમ્મિલની પૂછપરછમાં ખબર પડી કે તેણે અને ડો. ઉમરે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં લાલ કિલ્લાની રેકી કરી હતી. તેના મોબાઈલ ફોનના ડેટા ડમ્પમાંથી આ માહિતી મળી છે. તેની યોજનામાં 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલો કરવાની હતી. જો કે તે પહેલા આતંકવાદિઓ દિવાળી પર પણ ગીચ વિસ્તારોમાં વિસ્ફોટ કરવાની યોજાના બનાવી રહ્યા હતા. આ ખુલાસાએ તપાસને નવો વળાક આપ્યો છે અને સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાંથી 2900 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું હતું. તેના થોડા કલાકો પછી જ લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયો. પોલીસ સૂત્રો જણાવે છે કે ડો. ઉમર જેશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલનો સભ્ય હતો, જેમાં મુજમ્મિલ અને અદીલ પણ જોડાયેલા હતા. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. જેની હોસ્પિટલમાં સારવાર યથાવત્ છે. તેમાંથી અનેકની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે હાફિઝ ઇશ્તિયાકને ફરીદાબાદથી શ્રીનગર લઈ જઈને પૂછપરછ કરી છે. મુજમ્મિલે હાફિઝના જ મકાનને ભાડે લીધું હતું અને તેના એક રૂમમાંથી 2563 કિલો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. એનઆઈએ પણ હાફિઝ પાસેથી મહત્વની માહિતી મેળવી રહી છે. આ ઘટનાએ આતંકી મોડ્યુલના વ્યાપને ઉજાગર કર્યો છે અને તપાસને વધુ ગતિ આપી છે.

આપણ વાંચો:  દિલ્હી બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પાયલ ઘોષના પ્રિયજને ગુમાવ્યો જીવ, કહ્યું વિશ્વાસ નથી નથો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button