દિલ્હીથી શ્રીનગર જતી વંદે ભારતમાં ટિકિટ એક જ પરંતુ ટ્રેન બદલવી પડશે! કારણ જાણી લો નહીં તો…

નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસને ભારતમાં સારી એવી સફળતા મળી છે. લોકોએ પણ આ ટ્રેનને સારો પ્રતિસાદ આપ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ સ્પીડ અને સુવિધા માટે ખાસ જાણીતી છે. કાશ્મીરને દિલ્હી સાથે જોડતી આ વંદે ભારત ટ્રેનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જો તમે દિલ્હીથી શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનથી જવાનું વિચારી રહ્યાં છો તે તમારે કટરાથી ટ્રેન બદલવી પડશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતીય રેલવે દ્વારા આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને લીલી ઝંડી આપશે
રેલવે અધિકારીઓએ મીડિયાને વિગતો આપી હતી કે, આગામી 19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટરાથી શ્રીનગર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતમાં આ પ્રોજેક્ટ ખૂબ જ પ્રભાવિત રહ્યો છે. દિલ્હીથી શ્રીનગર સુધીની વંદે ભારત એક્સપ્રેસની સેવાઓ સપ્ટેમ્બર મહિના સુધીમાં શરૂ થયા તેવી તૈયારીઓ ચાલી રહી છે. સેવાઓ શરૂ કરી દેવામાં આવશે પરંતુ યાત્રીઓ કટરાથી ટ્રેન બદલવી પડશે. જો કે, તેના માટે પણ રેલવે દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી થોડા જ મહિનાઓમાં આ સેવાઓ શરૂ થઈ જવાની છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન
શા માટે મુસાફરોએ કટરાથી ટ્રેન બદલવી પડશે?
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરનો આ વિસ્તાર હવામાન બાબતે સંવેદનશીલ માનવામાં આવે છે. કટરા પહોંચ્યા પછી, મુસાફરોની ફરીથી સુરક્ષા તપાસ કરવામાં આવશે, અને તેમને 2 થી 3 કલાક રાહ જોવી પડશે. આ સમય દરમિયાન તેમના સામાનની પણ ફરીથી તપાસ કરવામાં આવશે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે કટરા સ્ટેશન પર એક ખાસ વેઇટિંગ એરિયા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. મહત્વની અને સારી વાત એ છે કે, આ સફર માટે તમારે માત્ર એક જ ટિકિટ લેવાની રહેશે. ભલે તમારે ટ્રેન બદલવી પડે પરંતુ બીજી ટિકિટ લેવાની નથી, એક જ ટિકિટમાં તમે આ રૂટ પર મુસાફરી કરી શકો છે.