‘હવે બીજે ક્યાય જવાનો સવાલ જ નથી…’ શપથ બાદ CM નીતીશની પહેલી પ્રક્રિયા, જ્યારે નડ્ડાએ INDIA પર કર્યા પ્રહાર
પટણા: બિહારમાં સત્તા પરીવર્તન ભલે થયું પરંતુ CMનો તાજ તો નીતીશના શિરે જ શોભી રહયો છે. મહાગઠબંધન સાથે છેડો ફાડનાર નીતીશ કુમારે NDA સાથે મળી નવમી વાર આજે મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા. જ્યારે BJP નેતા અશોક ચૌધરી અને વિજયકુમાર સિંહા ડેપ્યુટી CM પદ પર છે. શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા આવેલા BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ CM નીતીશ કુમાર સાથે મુલાકાત કરી હતી.
શપથ ગ્રહણ બાદ CM નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું, “હું અગાઉ પણ તેમની (NDA) સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને હંમેશા રહીશું. આજે આઠ લોકોએ મંત્રી તરીકે શપથ લીધા છે, બાકીના પણ ટૂંક સમયમાં શપથ લેશે. હું જ્યાં હતો ત્યાં (NDA) પાછો આવ્યો છું અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી.
જ્યારે પત્રકારો સાથે વાત કરતાં જેપી નડ્ડાએ INDIA ગઠબંધનને પૂર્ણ રીતે ફેલ ગણાવ્યું હતું. આ ગઠબંધન પરિવાર બચાવવા માટે છે. ભારત જોડો ન્યાય યાત્રાને તેને અન્યાય યાત્રા ગણાવી હતી. અને કહ્યું હતું કે અમે બિહારની તમામ લોકસભા અને વિધાનસભા બેઠકો જીતીશું.