નેશનલ

ગામને એવો અભિશાપ છે કે પરણીને સાસરે ગયેલી યુવતી પિયર આવીને બીમાર પડ્યા તો મૃત્યુ નક્કી જ સમજો..

ગુજરાતીમાં કહેવત છે કે જેટલા મોંઢા એટલી વાતો એ જ રીતે જ્યાં જ્યાં ગામ હોય ત્યાં ત્યાં વાર્તાઓ હોય. તેવી જ રીતે આ ગામની પણ એક અનોખી વાર્તા છે. આ ગામમાં છોકરીઓના હાથ ક્યારેય પીળા થતા નથી અને તેની પાછળ પણ એક વિચિત્ર વાત છે. ગામના લોકોનું કહેવું છે કે આ ગામની છોકરી જ્યારે પણ લગ્ન કરીને જાય પછી તે ક્યારેય પાછી પિયર આવતી નથી કારણ કે અહીં આવ્યા પછી જો તે બીમાર થાય તો તેમનું મૃત્યુ નિશ્ચિત છે.

અહીં હું વાત કરું છું ગયા જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 થી 85 કિલોમીટર દૂર ઈમામગંજનું ભાખર ગામ જે ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલું છે. એક રીતે જોઇએ તો આ ગામ એક ટાપુ પર આવેલું છે અને ગામની વસ્તી લગભગ 1000 છે.

આ ગામ કોઈ અભિશાપથી ઓછું નથી અને આ જ કારણે ગામમાં વિકાસની ગતિ થંભી ગઈ છે. નદીમાં બારે માસ પાણી રહેવાના કારણે બાળકો પણ સ્કૂલે જઇ શકતા નથી. આશરે 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં પહોંચવા માટે કોઈ રસ્તો નથી. આ ગામના લોકો મજૂરી કરીને એકબીજા પાસેથી પૈસા ભેગા કરીને જાતે જ રસ્તો બનાવી રહ્યા છે.

કહેવાય છે કે આવા અભિશાપને કારણે ગામ લોકોની પુત્રી સાથે કોઇ લગ્ન કરવા તૈયાર થતું નથી. કારણકે જો કોઈ બીમાર પડે તો તેને અહીં જ મરવું પડે છે જો કે આમ જોઇએ તો ચારે બાજુ પાણી હોવાના કારણે કોઇ બીમાર વ્યક્તિને લઇને તરતજ હોસ્પિટલ સુધી પહોંચવું શક્ય બનતું નથી તેના કારણે પણ મૃત્યુ વધારે થતા હોય. આના કારણે જ ગામના લોકો રોડ બનાવવા માટે દાન આપે છે જેથી પિયર આવેલી કોઇ છોકરી જ્યારે પણ બીમાર પડે તો તેની સાસરીનો પરિવાર તેમના ઘરે પહોંચી શકે અને તેના ઘરના લોકો તેને શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ લઇ જઇ શકે.

ગ્રામજનોનું કહેવું છે કે વરસાદની મોસમમાં ગામમાં મહિનાઓ સુધી બધું ઠપ થઈ જાય છે. લોકો સરકાર પાસે ઘણા વર્ષોથી આ નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ ગમે તેટલી સરકાર બદલાય તે પણ ગામનો કોઇ જ વિકાસ થતો નથી. અહીં નેતાઓ માત્ર વોટ લેવા માટે આવે છે, ત્યારબાદ અહીં કોઈ ફરકતું પણ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button