મુંબઇ : દેશભરમાં દિવાળી અને નવ વર્ષના તહેવારોના લીધે શુક્રવારે સોનાના ભાવમાં વધારો(Gold Price Today) થયો છે. જો કે દેશના અનેક રાજ્યોમાં આજે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. 10 ગ્રામ સોનાનો ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાની કિંમત 81,00 રૂપિયાની આસપાસ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ 73,800 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદી રૂ. 99,900 પર છે. ચાંદીના ભાવમાં
ઘટાડો થયો છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ રુપિયા 74,610 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 81,280 પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રુપિયા 74,560 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 81,340 પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રુપિયા 74,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 81,490 પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુમાં સોનાનો ભાવ
બેંગલુરુમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ રુપિયા 71,560 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 81,340 પ્રતિ 10 ગ્રામ છે.
Also Read – Muhurat Trading: શેરબજારમાં આજે ઉજવાશે દિવાળી, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય
હૈદરાબાદમાં સોનાનો ભાવ
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રુપિયા 74,560 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ રુપિયા 81,340 પ્રતિ 10 ગ્રામ છે.
તહેવારોની સિઝનમાં માંગ વધી
દેશભરમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે. જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલણ વિનિમય દરનો સમાવેશ થાય છે. જ્યારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધે છે ત્યારે તેની અસર ભારતીય બજાર પર પણ પડે છે. આ ઉપરાંત તહેવારોની સિઝનમાં માંગ વધવાથી પણ સોનાના ભાવમાં વધારો થાય છે.