નેશનલ

ગંગાનું પાણી એટલું પ્રદૂષિત કે તે પાણીથી…

કાનપુર: નમામિ ગંગે યોજના હેઠળ ગંગાને સાફ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ પાણીમાં પ્રદૂષણ હજુ પણ એમના એમ જ છે. જે પાણીને લોકો પવિત્ર માને છે જે પાણીમાં ડૂબકી મારવાથી દોષોનો નાશ થાય છે તે ગંગા નદીના પાણીમાં કાનપુર શહેરની ઘણી ગટર ગંગામાં વહેતી કરવામાં આવી છે. જો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિભાગો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગટરોને બંધ કરવામાં આવી છે પરંતુ કેટલાક નાળા હજુ પણ ગંગામાં વહી રહ્યા છે. જેના કારણે ગંગાનું પાણી સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. અને તે પાણી સીધું નાહવા યોગ્ય પણ નથી રહ્યું અને આ કારણે હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગંગાને પ્રદૂષિત કરવા બદલ બે વિભાગો પર 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ભલામણ કરી છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર કાનપુર અને આસપાસના વિસ્તારોમાં ગંગાનું પાણી અત્યંત પ્રદૂષિત થઈ ગયું છે. આ પાણી એટલું પ્રદૂષિત થઇ ગયું છે કે તે સીધું પીવા માટે તો ઠીક પણ સીધું નાહવા માટે પણ યોગ્ય નથી. અને આથી જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન પ્રદૂષણ બોર્ડે મહાનગરપાલિકા અને જલ નિગમને ગંગાને પ્રદૂષિત કરવા માટે દોષી ઠેરવ્યા હતા. જે અંતર્ગત હવે બંને પર 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે કાનપુરના ઘણા નાળા હજુ પણ સીધા ગંગાના પાણીમાં વહે છે જેના કારણે ગંગાનું પાણી પ્રદૂષિત થાય છે. જેમાં શક્તિ ચૌરા દલા ગોલાઘાટ નાલા, રાની ઘાટ નાલા, અને ડબકા નાલાનો સમાવેશ થાય છે. બોર્ડની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં વિભાગોની બેદરકારી સીધેસીધી દેખાઇ રહી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વિભાગે 20 લાખ રૂપિયાના પર્યાવરણીય વળતર માટે મહાનગરપાલિકા પર અને દર મહિને 5 લાખ રૂપિયાના દંડની ભલામણ કરી છે. સાથે જ ઉત્તર પ્રદેશ જલ નિગમ ગ્રામીણના પ્રોજેક્ટ મેનેજર પર 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button