કોણ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ! NDA અને INDIA ગઠબંધન ઉમેદવારની શોધમાં | મુંબઈ સમાચાર

કોણ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ! NDA અને INDIA ગઠબંધન ઉમેદવારની શોધમાં

નવી દિલ્હી: જગદીપ ધનખડનાં રાજીનામા બાદ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ અંગે ચર્ચા થઇ રહી છે. સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને વિપક્ષના દળોનું INDIA ગઠબંધ પોતપોતાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ચર્ચા કરી રહ્યા છે, બીજી તરફ ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ કરી (Vice President election) દીધી છે. આ ચૂંટણી માટે રાજ્યસભાના મહાસચિવને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

OBC સમુદાયમાંથી હસશે NDAનો ઉમેદવાર:

અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી દિલ્હી પરત ફરે ત્યારે NDA નેતાઓની એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટેના NDA ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના જ કોઈ વરિષ્ઠ નેતાને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, જેના માટે NDAના ઘટક પક્ષોની સંમતિ લેવામાં આવશે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ

NDA તરફથી ઓબીસી સમુદાયમાંથી આવતા નેતાને ઉમેદવાર બનવવામાં આવે તેવી ચર્ચા છે. જ્યારે હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને પણ એક મજબૂત દાવેદાર માનવામાં આવે છે, તેઓ જનતાદળ યુનાઇટેડ(JDU)માંથી આવે છે.

INDIA ગઠબંધન લડશે હારેલી લડાઈ:

નોંધનીય છે કે NDA પાસે સ્પષ્ટ બહુમતી છે, છતાં રાજકીય સંદેશ આપવા માટે INDIA ગઠબંધન આ ચૂંટણી, તેઓ મજબુત ઉમેદવારની શોધમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે INDIA ગ્રુપની બેઠક ટૂંક સમયમાં યોજાશે અને સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવશે.

આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપની ‘નવી’ ચાલ: બિહારનાં મહિલા ઉમેદવારનું નામ ચર્ચામાં

નોંધનીય છે કે સંસદના બંને ગૃહોમાં NDA પાસે સ્પષ્ટ બહુમતી છે. લોકસભામાં, NDA પાસે 293 સાંસદો છે, જ્યારે INDIA બ્લોક પાસે 234 સાંસદો છે. રાજ્યસભામાં, NDA પાસે લગભગ 130 સાંસદો છે, જ્યારે INDIA પાસે ફક્ત 79 સાંસદો છે.

બંને ગૃહો મળીને કુલ સભ્યોની સંખ્યા 782 છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા ઉમેદવારને ઓછામાં ઓછા 392 મતોની જરૂર છે અને NDA પાસે કુલ મળીને 423 સાંસદો છે, એવામાં NDA ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ બને એ લગભગ નિશ્ચિત છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button