નેશનલ

ઘોર કળિયુગ, સગા બાપે જ દીકરીને કરી….

પલવલઃ કોણ જાણે કંઇ વિકૃતિ ભરેલી હોય છે આવા લોકોના મગજમાં કે તે કંઇ જ વિચારતા નથી. તે એ પણ નથી જોતા કે તે પોતાની જ દીકરી છે. 2020થી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા આ કેસમાં કોર્ટે ગુનેગારને ફાંસીની સજા સંભળાવી હતી.

આ ઘટના હરિયાણાના પલવલમાં બની હતી. જ્યાં એક બાપ પોતાની સગીર પુત્રી પર 3 વર્ષ સુધી બળાત્કાર કરતો હતો. કોર્ટે આજે ગુનેગાર પર 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પિતા ત્રણ વર્ષથી તેની સાથે બળાત્કાર કરતા હતા. આ દરમિયાન તે ગર્ભવતી પણ બની હતી. જજ પ્રશાંત રાણાની ફાસ્ટ ટ્રેક કોર્ટે પુત્રી પર બળાત્કારના આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને પીડિત યુવતીને 7.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો આદેશ પણ આપ્યો છે. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં વર્ષ 2020થી ચાલી રહ્યો હતો. વર્ષ 2020માં જિલ્લાના માનપુર ગામના એક નિવાસી વતી મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેણે તેના જ પિતા જીલે સિંહ પર લગભગ 3 વર્ષ સુધી તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

પલવલની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે આ કેસની સુનાવણી દરમિયાન આરોપી પિતાને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ કેસ પોલીસે વર્ષ 2020માં મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. ત્યારપછી આ કેસની સુનાવણી ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલી રહી હતી. કેસ દરમિયાન તેના આરોપી પિતા દ્વારા ગર્ભવતી બનેલી સગીર છોકરીએ પણ એક બાળકીને જન્મ આપ્યો હતો.

કોર્ટે બાળકીનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા પોઝિટીવ આવતા કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. અને ફાંસીની સજા સંભળાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button