નેશનલ

જે વર્ગને અનામતનો લાભ મળ્યો હોય તે બીજાને રસ્તો આપેઃ સુપ્રીમ કોર્ટે અનામત માટે કરી મહત્વની ટીપ્પણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સાત જજોની બંધારણીય બેન્ચે અનામત (reservation) મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે જે જ્ઞાતિઓને અનામતનો લાભ મળ્યો છે તેમણે અનામતની શ્રેણીમાંથી બહાર નીકળી જવું જોઈએ. જો તે વર્ગને અનામતનો લાભ મળ્યો હોય, તો તેમણે સૌથી પછાત લોકો માટે માર્ગ મોકળો કરવો જોઈએ.

કોર્ટે કહ્યું કે બને છે એવું કે જો SC/STમાંથી કોઈ વ્યક્તિ IAP/IPS વગેરેમાં જાય છે તો તેના બાળકોને અન્ય SC સમુદાયના વ્યક્તિઓને જે તકલીફો ભોગવવી પડે છે તે ભોગવવી પડતી નથી. પરંતુ પછી આરક્ષણના આધારે તેઓ પેઢીદર પેઢી એના હકદાર બને છે.

કોર્ટે કહ્યું કે એક વિશેષ વર્ગમાં અમુક પેટાજાતિએ સારું પ્રદર્શન કર્યું છે. તેઓ તે શ્રેણીમા આગળ હોય તો તેમણે અનામતથી બહાર નીકળી જનરલ કેટેગરી સાથે સ્પર્ધા કરવી જોઈએ. અનામતનો લાભ માત્ર એમને મળવો જોઈએ જે પછાતમાં પણ હજુ પછાત છે. જ્યારે એકવાર અનામતનો લાભ મળી ગયો હોય તો તેમણે તેમાંથી બહાર નીકળી જવું જોઈએ.

સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેંચ એસસી-એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણની કાયદેસરતા પર સુનાવણી કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button