પ્રજજ્વલ રેવન્ના સામે SIT એ ફાઇલ કરી બે હજાર પાનાની ચાર્જશીટ -કસાયો ગાળિયો
પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજજ્વલ રેવન્ના સામે SIT એ બે હજાર પાનાથી વધુની ચાર્જશીટ રજૂ કરી દેતા માનવામાં આવે છે કે પૂર્વ સાંસદની મુશ્કેલીઓ વધી શકે છે. સાથોસાથ તેમના પિતા એચ ડી રેવન્ના સામે પણ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જેમાં બે હજારથી વધુ પાનાઓમાં 150થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધાયેલા છે. આ કેસમાં રેવન્ના પર આરોપ છે કે તેમણે પોતાના ઘરની નોકરાણીઓ સાથે કથિત રીતે યૌન શોષણ કર્યું છે.
કર્ણાટકની હાસન લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂકેલા રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જનતા દળના (એસ) એચ ડી દેવગૌડાને પ્રપૌત્ર છે. રેવન્ના વિરુદ્ધ IPCની કલમ 376, 376(2)(K)354,354(A)અને 354(B)મુજબ ગુના નોંધાયા છે. જ્યારે કે પ્રજજવળના પિતા અને દેવગૌડાના પુત્ર એચ ડી રેવન્ના સામે 354, 354(એ) હેઠળ ગુના નોંધાયા છે.
આ પણ વાંચો: ‘મારી ધીરજની પરીક્ષા ન કરો, જલ્દી ભારત આવો’ પ્રજજ્વલ રેવાન્નને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી
SIT દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપ પત્રમાં ઘટના સ્થળેથી મળેલા જૈવિક,ભૌતિક,વૈજ્ઞાનિક, મોબાઈલ, ઉપરાંત કેટલાય પુરાવાઓ સામેલ છે. આરોપનામા માં જણાવાયું છે કે આ કેસ સાથે જોડાયેલા વિશેષજ્ઞ્ના અભિપ્રાયના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે.
લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન રેવન્નના કેટલાય અશ્લીલ વિડીયો સામે આવ્યા હતા જેમાં મહિલાઓનું તે શોષણ કરતો નજરે પડ્યો હતો ત્યાર બાદ આ કેસને લઈને કોંગ્રેસે દેશભરમાં ભારે હોબાળો કર્યો હતો.કર્ણાટકના મહિલા પંચના અધ્યક્ષા નાગ લક્ષ્મી ચૌધરીએ આ વાઇરલ વિડિયોની તપાસની માગણી કરી હતી.