વડા પ્રધાનના આ નિર્ણયથી ઋષિ-મુનિઓ અને સંતો થયા ખૂબજ ખુશ…..
અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા પીએમ મોદીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ઋષિ-મુનિઓ અને સંતો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શુક્રવારથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયની રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસથી લઈને ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ વખાણ કર્યા છે.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 દિવસીય વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરશે આ બાબત પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે વડા પ્રધાનની આજ બાબત ખાસ છે કે તે જાણે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થાય છે. તે આપણા ભગવાનનું સન્માન કરે છે. આ અનુષ્ઠાન કરીને તે પૂરા વિધિ વિધાન દ્વારા ભગવાન રામને અયોધ્યા લાવી રહ્યા છે. તેમજ ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ દાસ વેદાંતીએ કહ્યું હતું કે અમે ખૂબ જ ખુશ છીએ. ખરેખર આ એક સરસ નિર્ણય છે.
વડા પ્રધાન મોદીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું તમામ જનતા પાસેથી આશીર્વાદ માંગું છું. આ ઉપરાંત વડા પ્રધાને એક ઓડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે આ સમયે કોઈની લાગણીઓને શબ્દોમાં રજૂ કરવી મુશ્કેલ છે આ અવસરનો ભાગ બનવું મારા માટે અહોભાગ્ય છે.
આ એક એવું સ્વપ્ન છે જેની જનતાએ વર્ષોથી રાહ જોઈ છે. હું તો નિમિત માત્ર છું. ખરેખર આ ઘણી મોટી જવાબદારી છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના યજ્ઞ અને ઉપાસના માટે આપણે પોતાનામાં પણ દિવ્ય ચેતનાને જાગૃત કરવી પડશે. અને તેના માટે શાસ્ત્રોમાં ઉપવાસ અને નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેજ પ્રમાણે મને કેટલાક તપસ્વી આત્માઓ અને આધ્યાત્મિક યાત્રાના મહાપુરુષો પાસેથી મળેલા માર્ગદર્શન અને તેમના દ્વારા સૂચવેલા નિયમો અનુસાર હું આજથી 11 દિવસની વિશેષ વિધિનો પ્રારંભ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને લોકોને પ્રાર્થના કરું છું કે તમે મને આશીર્વાદ આપો જેથી મારાથી કોઈ ભૂલ ના થાય.