ગંગા એક્સપ્રેસ વે પર રાત્રે રાફેલ અને જગુઆરની ગર્જના, પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ

શાહજહાંપુર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. પાકિસ્તાનીઓ વિચારી રહ્યાં છે કે, ભારત તેના પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. સામે બીજી તરફ ભારતીય વાયુસેનાએ પોતાની લશ્કરી તૈયારીઓ વધુ તેજ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર રાત્રે લડાકુ વિમાનો રાફેલ અને જગુઆર જોરદાર ગર્જના કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. રાફેલ અને જગુઆર જોરદાર ગર્જનાના કારણે પાકિસ્તાન હચમચી ગયું હતું.
ગંગા એક્સપ્રેસવે પર ટેકઓફ અને લેન્ડિંગનો અભ્યાસ
ભારતીય વાયુસેના (IAF) ના ફાઇટર જેટ્સે યુપીના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસવે પર ટેકઓફ અને લેન્ડિંગનો અભ્યાસ શરૂ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. યુદ્ધ અથવા રાષ્ટ્રીય કટોકટીની પરિસ્થિતિઓમાં વૈકલ્પિક રનવે તરીકે એક્સપ્રેસવેની સંભાવનાનું મૂલ્યાંકન કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે, રાફેલ, સુખોઈ, મિરાજ, જગુઆર અને AN-32 જેવા IAF ના ફાઇટર જેટ્સે ગંગા એક્સપ્રેસવેના 3.5 કિમી લાંબા રનવે પર ‘ટચ એન્ડ ગો’ દ્વારા પોતાની શક્તિ દર્શાવી.
વાયુસેનાના ફાઇટર વિમાનોએ અદ્ભુત કરતબો કર્યા
નોંધનીય છે કે, રાત્રે પણ વાયુસેનાના ફાઇટર વિમાનોએ અદ્ભુત કરતબો કર્યા, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ આ યુદ્ધાભ્યાસના કારણે પાકિસ્તાની ઊંઘ હારમ થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ રાત્રે લગભગ 2 કલાક સુધી ચાલુ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનોને રનવે પર લેન્ડ કરવામાં આવ્યા હતા. આ યુદ્ધની તૈયારી છે કે, માત્ર અભ્યાસ તેના વિશે અત્યારે કોઈ ચોક્કસ કહી શકાય નહીં.
આ પણ વાંચો: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેના કરશે શક્તિ પ્રદર્શન