નેશનલ

લાઠીઓ-ગોળીઓનો વરસાદ ઝીલ્યો, 60 કિમી સુધી ચાલ્યા.. હવે આવ્યું અયોધ્યાથી તેડું

96 વર્ષના કારસેવક શાલિનીની આ છે કહાણી

મુંબઇ: જ્યારે બાબરી ધ્વંસ થયો ત્યારે એક વિધર્મીએ મને મીઠાઇ ખવડાવીને કહ્યું, “લો! તમને જે જોઇતું હતું એ મળી ગયું! હવે હું તેમને લાડુ ખવડાવવા માગુ છું, અને હું કહીશ કે મારા પ્રભુ પણ પરત ફર્યા છે.” આ શબ્દો છે 96 વર્ષના કારસેવક શાલિની દબીરના, જેમને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેવા આમંત્રણ મળ્યું છે. 1990માં કાર સેવા માટે મુંબઈથી નીકળેલા શાલિની રામકૃષ્ણ દબીરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે અને તેમને અયોધ્યાથી લાવવામાં આવેલા અક્ષત આપીને રામ મંદિરની મુલાકાત લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

શાલિનીએ બાબરી ધ્વંસ બાદ કાર સેવકો પર લાઠીઓ-ગોળીઓનો વરસાદ થવા અંગે યુપી સરકારની ક્રૂરતાની કહાણી વર્ણવી. જેલમાં જગ્યા ન હોવાને કારણે તેમને શાળામાં કેદ કરવામાં આવી. તે પછી 60 કિલોમીટર ચાલીને તેઓ અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાના સાક્ષી બન્યા હતા. શાલિની દબીર અને તેમના જેવી દાદરની ઘણી મહિલાઓએ 30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યા પહોંચીને બાબરી પર ભગવો લહેરાવ્યો હતો, જેમની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી અને તેમને એક સ્કૂલ પરિસરમાં કેદ કરી લેવામાં આવ્યા હતા.

અમુક સ્થાનિકોની મદદ લઇને તેઓ સ્કૂલમાંથી ભાગી નીકળ્યા હતા અને આશરે 50 કિમી પગપાળા ચાલીને 31 ઓક્ટોબર 1990ના રોજ કારસેવામાં તેમણે ભાગ લીધો હતો. એ સમયે દબીરે પોલીસ લાઠીચાર્જ, ટિયર ગેસ સહિત તમામ યાતનાઓ સહન કરી હતી. પોલીસના ગોળીબારમાં તેમના પગ પાસેથી ગોળી પસાર થઇને નીકળી ગઇ હતી પરંતુ સદનસીબે તેમને કંઇ થયું નહિ. હનુમાનજીએ કાર સેવકોને તાકાત આપી હતી તેવું શાલિની જણાવે છે, એક દિવાલ ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તૂટી શકી ન હતી, જો કે ક્યાંકથી એક વાંદરો આવીને દિવાલ પર બેઠો હતો અને તેણે જોર લગાવતા દિવાલ તરત ધૂળમાં મળી ગઇ હતી.

“હવે રામ અયોધ્યા પરત ફરી રહ્યા છે. હું ખૂબ જ ખુશ છું, જો કે એ દુઃખની વાત છે કે હવે મારા પગ કામ કરતા નથી અને હું ચાલી પણ શકતી નથી.” તેવું શાલિનીએ જણાવ્યું હતું. જો કે રામ આવ્યા છે તે સાંભળીને તે ભાવવિભોર થઇ જાય છે. શાલિનીને સાંભળવામાં તકલીફ હોવાને કારણે પુત્ર વિકાસ તેની માતાને બધી વાતો સમજાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત