મહાદેવ એપના પ્રમોટરે કર્યો મોટો દાવો, આ રાજ્યના સીએમને આપ્યા 508 કરોડ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તાજેતરમાં ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં પાંચ કરોડ રુપિયાથી વધુ રોકડની સાથે પકડાયેલ એક કુરિયર એજન્સીએ દાવો કર્યો છે કે મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટરે છતીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને 508 કરોડ રુપિયા આપ્યા હતા.
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે મોટો દાવો કરતા કહ્યું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં 508 કરોડ રૂપિયા આપ્યા છે.
ઈડીએ ‘કેશ કુરિયર’નું નિવેદન નોંધ્યું છે, જેમાં આરોપ મૂક્યો છે કે તે “તપાસનો વિષય” છે. કુરિયર અસીમ દાસ પાસેથી 5.39 કરોડ રૂપિયા વસૂલ્યા પછી ઈડીએ તેની ધરપકડ કરી છે. હાલમાં છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છત્તીસગઢની કોંગ્રેસ સરકારને પણ નિરંતર પડકાર ફેંકે છે. આ પડકારની વચ્ચે ઈડીએ સીએમ બઘેલને લઈને સૌથી મોટો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈડીએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ અને તેના પ્રમોટરોની એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે.
ઈડીના અહેવાલ અનુસાર અસીમ દાસની પૂછપરછ અને તેની પાસેથી મળેલા ફોનની ફોરેન્સિક તપાસ અને શુબમ સોની દ્વારા મોકલવામાં આવેલા ઈમેલની તપાસમાં ચોંકાવનારા આરોપો કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પર આ આરોપ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ચાર દિવસ પહેલા લગાવવામાં આવ્યો છે.
મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને 508 રુપિયા આપ્યા છે, જ્યારે તેની તપાસ ચાલી રહી છે, એવો ઈડીએ દાવો કર્યો હતો.