મહાદેવ બેટિંગ એપ મુદ્દે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલની મુશ્કેલી વધી, ગુનો નોંધાયો

રાયપુરઃ મહાદેવ બેટિંગ એપ મુદ્દે લોકસભાની ચૂંટણી (Losabha Election 2024) પહેલા જ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સામે ગનો નોંધ્યો છે.
ભૂપેશ બઘેલના વિરુદ્ધ પોલીસે છેતરપિંડી, ગુનાહિત કાવતરૂ અને વિશ્વાસઘાતને સંબંધીત વિવિધ ધારાઓ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં ભૂપેશ બઘેલ ઉપરાંત મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 16 લોકોના નામનો સમાવેશ થાય છે.
છત્તીગઢના પૂર્વે સીએમ ભૂપેશ બઘેલની સામે મહાદેવ બેટિંગ એપ મુદ્દે રાયપુરની આર્થિક ગુના શાખાએ બઘેલ અને તેમની સામે એફઆઈઆર નોંધી છે. આ મામલામાં આઈપીસી 120બી, 34, 406, 420, 467, 468 અને 471 અન્વયે ગુનો નોંધ્યો છે. ભૂપેશ બઘેલ અને અન્ય 21 જણ સામે ચોથી માર્ચના ગુનો નોંધ્યો હતો, તેથી ચૂંટણી પહેલા બઘેલની સામે આ કેસ કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવામાં આવેલી એપ છે. આના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ જેવી લાઈમ ગેમ્સ રમતા હતા. આ એપના માધ્યમથી ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતોમાં ગેરકાયદે સટ્ટાબાજી પણ થતી હતી.
આ નેટવર્કના માધ્યમથી એપની જાળ ખૂબ ઝડપથી ફેલાઈ રહી હતી અને સૌથી વધુ ખાતા છત્તિસગઢમાં ખોલ્યા હતા. આમ તો મહાદેવ બેટિંગ એપ ઘણી બ્રાન્ચથી ચાલતી હતી અને દરેક બ્રાન્ચને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ફ્રેન્ચાઈઝીના રૂપમાં વેચતા હતા. યુઝર્સને માત્ર શરૂઆતમાં ફાયદો બાદમાં નુકશાન જતું હતું અને ફાયદાનો 80 ટકા હિસ્સો બન્ને પોતાની પાસે જ રાખતા હતા. એપનું એલ્ગોરિધમ એ રીતે કામ કરતું હતું કે એમાં માત્ર 30 ટકા ગ્રાહક જીતતા હતા.