ઇન્ટરનેશનલનેશનલ

વડા પ્રધાન વોર્સો પહોંચ્યા

વોર્સો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડમાં બે દેશની મુલાકાતના પહેલા તબક્કામાં પોલેન્ડ આવી પહોંચ્યા હતા. તેઓ અહીંથી યુક્રેનની રાજધાની કિવની મુલાકાત પણ લેવાના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડ મુલાકાત ભારતીય વડા પ્રધાન દ્વારા આ દેશની છેલ્લા 45 વર્ષમાં પહેલી મુલાકાત છે. પોલેન્ડમાં રોકાણ દરમિયાન તેઓ પ્રમુખ એન્ડ્રેઝ સેબાસ્ટિયન ડુડાને મળશે અને વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષી ચર્ચા હાથ ધરશે.

આ પણ વાંચો: સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે

પોલેન્ડની મારી મુલાકાત અમે બંને દેશઓના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ નિમિત્તે આવી છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે, એમ પણ તેમણે કહ્યું હતું.

લોકશાહી અને બહુવચનવાદ અંગેની અમારી પરસ્પર પ્રતિબદ્ધતા અમારા સંબંધોને વધુ ગાઢ બનાવે છે. હું મારા મિત્ર વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને પ્રમુખ એન્ડ્રેઝ ડુડાને મળીને ભાગીદારીને આગળ લઈ જવા માટે ઉત્સુક છું.

વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, હું પોલેન્ડમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ જોડાઈશ. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button