નેશનલ

પોલીસ મોં વકાસીને જોઇ રહી અને લોકોની લાગણી દુભાતી રહી…

બદાયૂં: હજુ થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં એક ઘરમાં ધર્માંતરણની ઘટના સામે આવી હતી તેમાં પણ ઘટનાનો વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે એક્શન લીધી હતી. આવી જ એક ઘટના ગઇ કાલે પણ બની હતી જેમાં બદાયૂં જિલ્લાના થાણા સિવિલ લાઈન્સ વિસ્તારના શેખુપુર શહેરમાં મોહમ્મદીના જુલૂસ દરમિયાન ભીડ દ્વારા મંદિરની સામે જ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા.

જુલૂસ દરમિયાન એક સમુદાય દ્વારા લગાવેલા નારાઓ ‘સર તન સે જુદા, સર તન સે જુદા’નો વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક મંદિરની સામે ભીડ એકઠી થઇને જોર જોરથી નારા લગાવી રહી હતી, ખાસ બાબત તો એ છે કે ત્યારે પોલીસ ઘટનાસ્થળે હાજર હતી અને વીડિયો પણ બનાવી રહી હતી, પરંતુ તે સમયે પોસીસે કોઇ જ એક્શન લીધા ન હતા ફક્ત મોં વકાસીને જોઇ રહી હતી. પણ જેવો આ વીડિયો વાઇરલ થયો કે તરતજ પોલીસે કેસ નોંધ્યો અને લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કર્યું. પોલીસે આ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસેથી તમામ માહિતી માંગી હતી. વીડિયા વાઇરલ થયા બાદ આ મામલામાં પોલીસે પાંચ નમાજીઓ સહિત 50થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

બદાયૂંના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શેખુપુર શહેરમાં ઇદ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે જુલૂસ એક મંદિરની સામે પહોંચ્યું ત્યારે જુલૂસમાં હાજર ભીડે મંદિરની સામે હાથ ઊંચા કરી અને કોઇને મારતા હોય તેવા ઇશારા કરીને ‘સર તન સે જુદા’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. મંદિરની સુરક્ષા માટે તહેનાત પોલીસકર્મીઓ પણ વીડિયો બનાવી રહ્યા હતા, પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે પોલીસ પાસે વાંધાજનક/ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારનો વીડિયો હોવા છતાં તરત જ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

જ્યારે આ વીડિયો વાઇરલ થયો અને મીડિયાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી તેમજ સ્થાનિક લોકોએ આ ઘટના સામે વાંધો ઊઠાવ્યે ત્યારે પોલીસે કેસ નોંધ્યો હતો.

બદાયૂંના એસપીએ જણાવ્યું હતું કે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારના શેખુપુર ચોકી વિસ્તારના શેખુપુર ગામમાં ગઈકાલે જુલૂસ દરમિયાન કરવામાં આવેલા નારાઓના કારણે ધાર્મિક લાગણી દુભાઈ છે અને ત્યાં હાજર ચોકીના ઈન્ચાર્જ દ્વારા આ અંગે ફરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ આ મુદ્દે તપાસ હાથ ધરી અને કાર્યવાહી કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button